Shashi Tharoor/ ગાંધી પરિવારના નિવેદનને લઈને શશી થરૂરનો યુટર્ન, શું છે મામલો

કોંગ્રેસ નેતા શશિ થરૂરે પરિવારવાદને લઈને આપેલા નિવેદન પર સ્પષ્ટતા આપતા કહ્યું કે મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું છે. મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરાયું છે.

Top Stories Politics
Shashi Tharoor

કોંગ્રેસ સાંસદ શશિ થરૂર ગાંધી પરવારને લઈને આપેલા નિવેદનમાં યુટર્ન માર્યો છે. શશિ થરૂરે એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ પરિવાર દ્વારા સંચાલિત પાર્ટી છે. આ નિવેદનના 24 કલાક બાદ યુટર્ન મારતા શશિ થરૂર કહે છે કે ગાંધી પરિવાર કોંગ્રેસ પાર્ટીની તાકાત છે. કોંગ્રેસ નેતા શશિ થરૂરે પરિવારવાદને લઈને આપેલા નિવેદન પર સ્પષ્ટતા આપતા કહ્યું કે મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું છે. મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરાયું છે.

વાસ્તવમાં શશિ થરૂર સોમવારે તિરુવનંતપુરમમાં ટેક કંપનીની ઓફિસના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તેમણે મીડિયા સાથેની વાતચતીમાં 2024ની લોકસભા ચૂંટણીને લઈને ઔપચારિક નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમમાં પત્રકારોએ તેમને સવાલ કર્યો હતો કે આગામી લોકસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનની જીત થાય તો વડાપ્રધાન પદનો દાવેદાર કોણ હશે? તેના જવાબમાં થરૂરે રાહુલ ગાંધી અથવા મલ્લિકાર્જુન ખડગે પીએમ પદના ઉમેદવાર બની શકે છે, કારણ કે ઘણી રીતે કોંગ્રેસ એક વંશવાદી પાર્ટી છે. આ સાથે તેમણે અમેરિકાની સંસદીય ચૂંટણી પ્રક્રિયાનું ઉદાહરણ પણ આપ્યું હતું.

સોમવારે ખાનગી કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીને વંશવાદ પાર્ટી કહ્યા બાદ બીજા દિવસે શશિ થરૂરે મીડિયા સાથે આ નિવેદનને લઈને સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે મારા નિવેદને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. મેં અનેકવખત કહ્યું છે કે નેહરુ/ગાંધી પરિવારનો કોંગ્રેસ પાર્ટી સાથેનો સંબંધ વધુ મજબૂત છે. પરિવાર પાર્ટીની તાકાત છે. વડાપ્રધાન તરીકે કોને આગળ મૂકવો અને ઉમેદવાર બનાવવો કે તે મુદ્દે પક્ષ નિર્ણય લેશે. અને એમાં કોઈ શંકા નથી કે રાહુલ ગાંધી પાર્ટીના સૌથી પ્રિય નેતા છે.

2024ની લોકસભા ચૂંટણીના પરિણામો ચોંકાવનારા આવી શકે છે. INDIAના તમામ પક્ષોએ સાથે આવીને નેતાની પસંદગી કરવી પડશે. કોંગ્રેસના નેતા શશિ થરૂરે એમ પણ કહ્યું છે કે જો INDIA ગઠબંધન 2024ની લોકસભા ચૂંટણી જીતે મેળવશે તો રાહુલ ગાંધી અથવા મલ્લિકાર્જુન ખડગે પીએમ પદના ઉમેદવાર બની શકે છે. જો ખડગે વડાપ્રધાન બનશે તો તેઓ દેશના પ્રથમ દલિત વડાપ્રધાન બનશે.


આ પણ વાંચો : અદાણીનો મુદ્દો ફરી ઉછળ્યો! રાહુલ ગાંધીએ કહ્યું-’32 હજાર કરોડનું કૌભાંડ કર્યું’