સાયકલોન ઓખી તોફાન દ્વારા તમિલનાડુ અને કેરલમાં તબાહી મચાવ્યા બાદ હવે તે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રને તુફાન અંગે આગાહી આપવામાં આવી છે.જયારે માછીમારોને દરિયામાં ના જવાની સૂચના આપવામાં આવી છે.
ઓખી વાવાઝોડા પર મહેસુલ સચિવ પંકજ કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.જેમાં હવામાન વિભાગના જયંત સરકારે કોન્ફરન્સમાં હાજરી આપી હતી. ઓખીથી કાલે મધ્યરાત્રીએ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરશે તેવી સંભાવના વર્તાઇ રહી છે. વાવાઝોડાની ગતિ 50 કિ.મી. થી રહેશે. સુરત સહિતના વિસ્તારોમાં અસર થવાની સંભાવના જોવા મળી રહી છે. સુરત, નવસારીમાં NDRF ની 2-2 ટીમ હાજર રહેશે, રાજકોટમાં પણ NDRFની ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. જેના માટે એરફોર્સ, આર્મી, કોસ્ટગાર્ડને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત, વલસાડ, નવસારી, સૌરાષ્ટ્રમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે જાણ કરવામાં આવી છે.
દરમિયાન સોમવારે બપોર પછી રાજકોટ, અમરેલી, સાવરકુંડલા સહિત દરિયા કિનારાના ગામોમાં વરસાદ પડવાનો શરૂ થયો હતો.
સુરતના દરિયા કિનારે પણ એલર્ટ

સાઇકલન સેન્ટર દ્વારા જણાવ્યા મુજબ, આ તુફાન વખતે ૧૩૦-૧૫૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી હવા ચાલી શકે છે. હાલ તોફાન હજી ગુજરાતની ૧૦૦૦ કિમી દૂર છે. પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, વાવાઝોડાની દિશા બદલાતા તે ગુજરાતમાં પણ ભારે નુકશાન પહોચાડી શકે છે.

આ તુફાનને અત્યંત ભારે પડતા ચક્રવાતના કેટેગરીમાં મૂકવામાં આવે છે. આ જ રીતે તમિલનાડુમાં પણ આનું જોખમ છે જયારે સ્તિથીના નિરીક્ષણ માટે પણ રક્ષા મંત્રી નિર્મલા સીતારામન તમિલનાડુ પહોચ્યા છે.
