ગુજરાત વિધાનસભાની ચુંટણીના પહેલા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસારની ચહલ પહલ વધુ તેજ બનાવવામાં આવી રહી છે. ત્યારે આ મેદાનમાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ ઝંપલાવ્યું છે.
વિધાનસભાની ચુંટણી પહેલા પીએમ મોદી દ્વારા પણ પ્રચાર પુરજોશમાં આરંભ્યા બાદ આજે તેઓએ ધરમપુરમાં એક જાહેરસભાને સંબોધી હતી. આ સભાને સંબોધતા તેઓએ રાહુલ ગાંધીના નોમિનેશન અંગે નિશાન સાધ્યું હતું અને “કોંગ્રેસને ઓરંગઝેબ રાજ મુબારક છે” એમ જણાવ્યું હતું.
પીએમ મોદીએ જણાવ્યું, જહાંગીરની જગ્યાએ જયારે શાહજહાં આવ્યા ત્યારે કોઈ ચૂંટણી થઈ ? જ્યારે શાહજહાંની જગ્યાએ ઔરંગઝેબ આવ્યા ત્યારે કોઈ ચૂંટણી થઈ? ‘આ તે પહેલાથી જ ખબર હતી કે જે રાજા છે, તેની જગ્યાએ તેમના વારસદારને જ સત્તા મળે છે.
