Not Set/ રાજધાની દિલ્હીનાં CR પાર્કમાં બે માળની બિલ્ડિંગ ધરાશાયી

રાજધાની દિલ્હીનાં ચિતરંજન પાર્ક વિસ્તારમાં રવિવારે એક ભયંકર અકસ્માત સર્જાયો છે. અહીંની બે માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં હંગામો મચી ગયો હતો. ઘણા લોકો કાટમાળની અંદર ફસાયેલા હોવાની આશંકા છે, જ્યારે રાહત-બચાવવા માટે પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ રવાના કરાઇ છે. Delhi: A house collapses in CR Park (Chittaranjan Park), two persons feared trapped under the debris. […]

Top Stories India

રાજધાની દિલ્હીનાં ચિતરંજન પાર્ક વિસ્તારમાં રવિવારે એક ભયંકર અકસ્માત સર્જાયો છે. અહીંની બે માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં હંગામો મચી ગયો હતો. ઘણા લોકો કાટમાળની અંદર ફસાયેલા હોવાની આશંકા છે, જ્યારે રાહત-બચાવવા માટે પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ રવાના કરાઇ છે.

રવિવારે બપોરે દિલ્હીનાં ચિતરંજન પાર્ક વિસ્તારમાં એક બાંધકામ હેઠળની ઇમારત ધરાશાયી થઈ હતી જેમાં બે લોકો દબાયા હોવાની આશંકા છે. ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે બપોરે 2.13 વાગ્યે બિલ્ડિંગ ધરાશાયી થઇ હોવાની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ તાત્કાલિક પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર મોકલવામાં આવી હતી.

આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં આવી ઘણી જર્જરિત ઇમારતો છે, જેના પર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને તેમની હાલત જોઇને મકાન ખાલી કરવાની ચેતવણી આપી દીધી છે. આપને જણાવી દઈએ કે, 25 જાન્યુઆરીએ દિલ્હીનાં ભજનપુરા વિસ્તારમાં એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોનાં મોત નીપજ્યાં હતા. જ્યારે 13 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 4 વિદ્યાર્થીઓનો સમાવેશ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.