વાતાવરણમાં પલટો/ દેશનાં આ રાજ્યોમાં ગાજવીજ સાથે પડ્યો વરસાદ

દેશનાં અલગ-અલગ વિસ્તારોમાં ગરમી ખૂબ પડી રહી છે. ત્યારે ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતા આ ગરમીથી રાહત મળી છે. દેશની રાજધાની સહિત ઉત્તર ભારતનાં અનેક વિસ્તારોમાં વરસાદને કારણે લોકોને ગરમી અને ભેજથી રાહત મળી છે.

Top Stories India

દેશનાં અલગ-અલગ વિસ્તારોમાં ગરમી ખૂબ પડી રહી છે. ત્યારે ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતા આ ગરમીથી રાહત મળી છે. દેશની રાજધાની સહિત ઉત્તર ભારતનાં અનેક વિસ્તારોમાં વરસાદને કારણે લોકોને ગરમી અને ભેજથી રાહત મળી છે.

વાર / કોંગ્રેસના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટના વિરોધ પર ભાજપનો પલટવાર, કહ્યું છત્તીસગઢમાં બની રહી છે હજારો કરોડની ઇમારત

છેલ્લા 24 કલાકમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ગાજવીજ સાથે ઝરમર વરસાદ વરસ્યો છે, જ્યારે કેટલાક સ્થળોએ કરા પણ પડ્યા છે. ઉત્તર ભારત, જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડનાં પર્વતીય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. જો કે હજુ પણ ઉત્તર ભારતનાં ઘણા ભાગોમાં વરસાદની સાથે આંશિક વાદળછાયુ વાતાવરણ રહેતા હવામાન સુખદ બન્યું છે. છેલ્લા 24 કલાકથી હળવા વરસાદ સાથે દિલ્હીમાં ઝરમર વરસાદ ચાલુ છે. સવારે ઠંડા પવનોએ હવામાનનો મિજાજ પૂરી રીતે બદલી નાંખ્યો છે. વાતાવરણમાં પલટો થવાથી લોકોને ગરમીથી રાહત મળી છે. નોઇડા, ફરીદાબાદ અને ગુરૂગ્રામ સહિત રાજધાનીની આસપાસનાં ઘણા વિસ્તારોમાં પણ આ સ્થિતિ છે. આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે, અને કરા પણ પડ્યા છે. આ વિસ્તારોમાં આવતા 24 કલાકમાં હળવો વરસાદ પડી શકે છે. તો કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સમય દરમિયાન, કરાઓ પણ પડી શકે છે. હવામાન વિભાગે મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો અને હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન હવામાન આવુ જ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં 12 મે થી 14 મે સુધી વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. તો મંગળવારે હિમાચલ પ્રદેશનાં મેદાનો અને મધ્ય પર્વતીય જિલ્લાઓમાં ભારે વરસાદ, તોફાન અને કરાનાં કારણે ઓરેન્જ એલર્ટ જારી છે. આ જિલ્લાનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. હિમાચલમાં 16 મે સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવના છે.

મોટી જાહેરાત / ઘરનાં કમાઉ સભ્યની કોરોનાથી મોત થાય છે તો સરકાર આપશે પેન્શન

આપને જણાવી દઇએ કે, ઉત્તરાખંડમાં પણ હવામાનમાં પલટો આવ્યો છે. પર્વતીય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો, વળી મેદાનોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ચાલ્યો હતો. ચમોલી સહિતનાં અનેક ઉંચાઇવાળા વિસ્તારોમાં, ભારે પવન સાથે વરસાદ પડ્યો અને કરા પણ પડયા હતા. વળી ઉંચાઈવાળા વિસ્તારોમાં વરસાદ પડવાથી ફરી એકવાર તાપમાન નીચે આવ્યુ છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશનાં હવામાનમાં પણ પરિવર્તન આવ્યું છે. પ્રદેશનાં ઘણા વિસ્તારોમાં વાવાઝોડાની સાથે અનેક ભાગોમાં હળવો વરસાદ પડ્યો છે. આકાશ હજી વાદળછાયું છે, જે હવામાનને સુખદ બનાવે છે. રાજસ્થાનનાં વાતાવરણમાં પણ પલટો આવી ગયો છે.