અચ્છે દિન/ એક કરોડ લોકોની દિવાળી સુધારશે કેન્દ્રનો આ નિર્ણય

કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે દિવાળી પહેલા જ  ‘બોણી’ કરાવી દીધી છે. કેન્દ્ર સરકારે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થાં (ડીએ)માં ચાર ટકા વધારાના સ્વરૂપમાં મોટી ભેટ આપી છે.

Top Stories India

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે દિવાળી પહેલા જ  ‘બોણી’ કરાવી દીધી છે. કેન્દ્ર સરકારે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થાં (ડીએ)માં ચાર ટકા વધારાના સ્વરૂપમાં મોટી ભેટ આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદ હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારો અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા મંજૂરી આપી છે. મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો કરવામાં આવતા મોંઘવારી ભથ્થું 42 ટકાથી વધીને 46 ટકા થયું છે.

આ અંગે લાંબા સમયથી ગણગણાટ હતો કે કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયના પગલે કુલ એક કરોડથી વધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. તેમના પગાર અને પેન્શનમાં પણ નોંધપાત્ર વધારો થશે.

કેન્દ્ર સરકારે વધારેલું પેન્શન પહેલી જુલાઈ 2023થી અમલી બનશે. આમ ડીએમાં પગાર વધારો થવાની સાથે કર્મચારીઓના પગારમાં પણ વધારો જોવા મળશે. વર્ષ 2023 પહેલા સરકારે પહેલો સુધારો કરતાં 24 માર્ચ 2023ના રોજ ડીએમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. આમ ગયા નાણાકીય વર્ષના અંત પહેલા ડીએમાં વધારો કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય કર્મચારીઓને અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં થયેલા વધારાનો લાભ પહેલી જાન્યુઆરી 2023થી મળી રહ્યો છે.

કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થાંની મહત્વની ભૂમિકા હોય છે. સરકાર વર્ષમાં બે વખત ડીએમાં સુધારો કરે છે. તેનો લાભ તેમને પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈથી આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કેન્દ્ર સરકારના 52 લાખ કર્મચારીઓ છે અને 60 લાખ પેન્શનરો છે. તેઓના સરકારના નિર્ણયના લીધે મોટો ફાયદો થશે.



 

આ પણ વાંચોઃ Rajkot-Heartattack/ ‘હૃદયરોગની રાજધાની’ રાજકોટ, વધુ બેના હાર્ટએટેકથી મોત, એક સુરતમાં મોત

આ પણ વાંચોઃ Gaza-Israel War/ I Am Alive… સોશિયલ મીડિયા પર પ્રખ્યાત ઇઝરાયેલની ‘વંડરવુમને’ ફેન્સને કહ્યું

આ પણ વાંચોઃ Israel Hamas War/ ગાઝામાં હુમલા પર મુસ્લિમ દેશોમાં હંગામો, હિઝબુલ્લાએ અમેરિકાની દૂતાવાસમાં આગ લગાવી