Bengaluru News/ કન્નડ અભિનેત્રીના ફ્લેટમાંથી 45 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળ્યો

પોલીસે વધુમાં જણાવ્યું કે ઘટના સમયે કન્નડ અભિનેત્રી (Kannada Actress) કૃષિ થાપંડા ફ્લેટમાં હાજર નહોતી

Top Stories India
કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી (Kannada Actress)કૃષિ થાપંડાના ફ્લેટમાંથી 45 વર્ષીય વ્યક્તિનો લટકતો મૃતદેહ (Dead Body)મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે

Bengaluru News : કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી (Kannada Actress)કૃષિ થાપંડાના ફ્લેટમાંથી 45 વર્ષીય વ્યક્તિનો લટકતો મૃતદેહ (Dead Body)મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ વૈશાખ ઉપાધ્યાય તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં આરઆર નગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બેંગલુરુ (Bengaluru)ના આરઆર નગર વિસ્તારમાં આવેલા ‘એલિગન્ટ ટેરેસ’ એપાર્ટમેન્ટમાં બની હતી. બુધવારે મોડી રાત્રે ફ્લેટમાં એક વ્યક્તિ લટકતી હાલતમાં હોવાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વૈશાખ ઉપાધ્યાય (Vaisakh Upadhyay)પોતાના પારિવારિક જીવનમાં ચાલી રહેલા મતભેદોને કારણે માનસિક તણાવમાં હતો. પત્ની સાથેના વિવાદોને કારણે તે ઘણી વખત અભિનેત્રી કૃષિ થાપંડાના ઘરે રોકાતો હતો. ઘટના બન્યાના દિવસે પણ તે ફ્લેટમાં હાજર હતો.

ઘટના સમયે કન્નડ અભિનેત્રી (Kannada Actress) કૃષિ થાપંડા ફ્લેટમાં હાજર નહોતી

પોલીસે વધુમાં જણાવ્યું કે ઘટના સમયે કન્નડ અભિનેત્રી કૃષિ થાપંડા ફ્લેટમાં હાજર નહોતી. તે મહાદેવપુરા નજીક આયોજિત એક ધ્યાન (મેડિટેશન) કાર્યક્રમમાં ભાગ લેવા ગઈ હતી.

તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે વૈશાખ સામે અગાઉ એક બિઝનેસમેનને ધમકી આપવાના આરોપસર કેસ નોંધાયો હતો અને તેની ધરપકડ પણ થઈ ચૂકી હતી. જોકે, હાલની ઘટનાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે.


આ પણ વાંચો : રાજકોટના શાપરમાં યુવકનો કોહવાયેલો મૃતદેહ મળ્યો: યુવકની રહસ્યમય વેશભૂષા જોઈ પોલીસ પણ ચોંકી, હત્યાની આશંકા

આ પણ વાંચો : પિતાની જગ્યાએ ડ્યૂટી પર ગયેલા પુત્રની હત્યા, દશરથ ગામમાં પથ્થરના ઘા સાથે મૃતદેહ મળતા સનસનાટી

આ પણ વાંચો : અમદાવાદમાં કારમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર, નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી