Not Set/ દેશની નામચીન હસ્તીઓએ CAB ને ગણાવ્યું બંધારણ વિરોધી

સિટીઝનશિપ એમેન્ડમેન્ટ બિલ આજે લોકસભા દ્વારા પસાર થયા બાદ રાજ્યસભામાં રજૂ કરવામાં આવવાનુ છે, દેશનાં ઘણા ભાગોમાં, ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસોથી આ બિલને લઇને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દિલ્હીથી અસમ સુધી હંગામો થયો છે, આજે કોંગ્રેસે આ બિલ સામે દેશવ્યાપી વિરોધની જાહેરાત કરી છે, જ્યારે પૂર્વમાં આ બિલનો વ્યાપક વિરોધ થઈ […]

Top Stories India

સિટીઝનશિપ એમેન્ડમેન્ટ બિલ આજે લોકસભા દ્વારા પસાર થયા બાદ રાજ્યસભામાં રજૂ કરવામાં આવવાનુ છે, દેશનાં ઘણા ભાગોમાં, ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસોથી આ બિલને લઇને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દિલ્હીથી અસમ સુધી હંગામો થયો છે, આજે કોંગ્રેસે આ બિલ સામે દેશવ્યાપી વિરોધની જાહેરાત કરી છે, જ્યારે પૂર્વમાં આ બિલનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય જીવન અટકી પડ્યું છે, જ્યારે આ દરમિયાન 700 થી વધુ જાણીતી હસ્તીઓએ પણ આ બિલ વિરુદ્ધ ખુલ્લા પત્રો લખ્યા છે.

આ જાણીતી હસ્તીઓમાં પ્રખ્યાત લેખક-ગીતકાર અને કવિ જાવેદ અખ્તર, ફિલ્મ અભિનેતા નસીરુદ્દીન શાહ, એડમિરલ રામદાસ સહિત 727 લોકોનાં નામ શામેલ છે, આ બધાએ સરકારને નાગરિકતા સુધારા બિલ પાછું ખેંચવાની માંગ કરી છે. જેમા એવું લખ્યું છે કે આ બિલ ભારતની વ્યાપક અને સર્વગ્રાહી દ્રષ્ટિની ધજ્જિયા ઉડાવે તેવુ છે, તે ભારતનાં બંધારણની વિરુદ્ધ છે, તે ભારતનાં લોકશાહીને મૌલિકરૂપે નુકસાન પહોચાડી શકે છે, જેથી આ બિલને પાછુ ખેંચવુ જોઇએ.

નોંધનીય છે કે, લેખક જાવેદ અખ્તર સિવાય અભિનેતા નસીરુદ્દીન શાહ અને એડમિરલ રામદાસ, ઇતિહાસકાર રોમિલા થાપર, અભિનેત્રી નંદિતા દાસ, અપર્ણા સેન, સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર યાદવ, તીસ્તા સીતલવાડ, અરૂણા રાય અને દિલ્હી હાઈકોર્ટનાં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ એ.પી. શાહ અને દેશનાં પ્રથમ સીઆઈસી વજાહત હબીબુલ્લા વગેરે શામેલ છે.

આપને જણાવી દઈએ કે, લોકસભામાં નાગરિકતા સુધારા બિલ પસાર કર્યા પછી, રાજ્યસભામાં નાગરિકતા સુધારણા બિલ રજૂ કરવા જઈ રહ્યું છે, બિલ પર ચર્ચા બપોરે 2 વાગ્યે શરૂ થશે, 6 કલાકનો સમય ચર્ચા માટે નક્કી કરવામાં આવ્યો છે. આજે રાજ્યસભામાં આ ખરડો પસાર કરવો એ મોદી સરકાર સમક્ષ મોટો પડકાર છે. જો કે આ બિલ પસાર કરવામાં પાર્ટીને વધારે મુશ્કેલી ન હોવી જોઈએ કારણ કે તેને પાસ કરવા માટે પાર્ટીને 120 સાંસદોનો ટેકો જોઈએ છે, જ્યારે એનડીએનો આંકડો 115 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.