Breaking News/ પિતાની જગ્યાએ ડ્યૂટી પર ગયેલા પુત્રની હત્યા, દશરથ ગામમાં પથ્થરના ઘા સાથે મૃતદેહ મળતા સનસનાટી

Worker Murder Case: વડોદરાના દશરથ ગામમાં શોરૂમમાં કામ કરવા ગયેલા ઉમેદ વસાવા મૃત હાલતમાં મળતા પોલીસે હત્યાની તપાસ શરૂ કરી.

Top Stories Gujarat Vadodara Breaking News
Worker Murder Case:વડોદરામાં શોરૂમ કર્મચારીની હત્યા, ઘટનાસ્થળેથી મળ્યો મોટો પથ્થર

Breaking News:વડોદરા જિલ્લાના દશરથ ગામ નજીક આવેલી એક ખાનગી કાર શોરૂમમાં બનેલી હત્યા (Worker Murder Case)ની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. કાર વોશિંગનું કામ કરતા 42 વર્ષીય ઉમેદ ભવનભાઈ વસાવા શોરૂમ પરિસરમાં મૃત હાલતમાં મળી આવતા પોલીસે હત્યા (Worker Murder Case)નો ગુનો નોંધવાની દિશામાં તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં તેમના પર ભારે પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Worker Murder Case: પિતાની ડ્યૂટી કરવા ગયેલા પુત્રનું મોત

માહિતી મુજબ, ઉમેદ વસાવા પોતાના પિતાના મોતિયાના ઓપરેશનને કારણે તેમની જગ્યાએ રાત્રિ ડ્યૂટી પર ગયા હતા. બીજા દિવસે સવારે તેઓ ઘરે પરત ન ફરતા પરિવારજનો તેમને શોધવા માટે શોરૂમ પર પહોંચ્યા હતા. ત્યાં તેઓ જમીન પર બ્લેન્કેટથી ઢાંકેલી હાલતમાં પડેલા જોવા મળ્યા હતા.

પરિવારજનોએ બ્લેન્કેટ હટાવતા ઉમેદ વસાવા લોહીલુહાણ હાલતમાં મૃત હોવાનું સામે આવ્યું હતું. ઘટનાસ્થળેથી એક મોટો પથ્થર પણ મળી આવ્યો હતો, જેના આધારે પોલીસે હુમલામાં તેનો ઉપયોગ થયો હોવાની શક્યતા વ્યક્ત કરી છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા. પોલીસે સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ, ટેક્નિકલ પુરાવા તેમજ અન્ય તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે.

મૃતક ઉમેદ વસાવાના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો છે. અચાનક બનેલી આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારજનોએ આરોપીઓને તાત્કાલિક ઝડપી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

હાલ પોલીસ હત્યા (Worker Murder Case)નું ચોક્કસ કારણ જાણવા અને ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા માટે વિવિધ દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.


આ પણ વાંચો:વડોદરામાં ચોંકાવનારી ઘટના: બાળકી હત્યા કેસના આરોપીએ PSIની પિસ્તોલ ઝૂંટવી કરી ફાયરિંગ

આ પણ વાંચો:વડોદરાને હચમચાવતો કિસ્સો! 5 વર્ષની માસૂમનું અપહરણ બાદ હત્યા, કેનાલમાંથી મળ્યો મૃતદેહ

આ પણ વાંચો:વડોદરામાં અંગત અદાવતમાં પત્નીની સામે જ પતિની હત્યા