Not Set/ કોરોના કાળમાં અસાધારણ સેવાની કદર, ઓક્સિજન સિલિન્ડરની કરી હતી વ્યવસ્થા

સેકન્ડ વેવમાં જ્યારે ઓક્સિજનની સખત અછત હતી તેવા સમયે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવી તેમજ રામનાથ પરા સ્થિત મુક્તિધામમાં પણ જરૂરી વ્યવસ્થા કરવાનું કામ સરગમ ક્લબે કર્યું જેના કારણે લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સરગમ ક્લબને કમિટમેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવ્યું.

Gujarat Rajkot
sargam club કોરોના કાળમાં અસાધારણ સેવાની કદર, ઓક્સિજન સિલિન્ડરની કરી હતી વ્યવસ્થા

કરેલું ક્યારેય એળે જતું નથી અને એમાં પણ ક્યારેક કોઈના આંસૂ લૂછયા હોય તો એ પૂણ્યનું ફળ તો ઈશ્વર પણ છિનવી શકતો નથી. કોરોનાના અતિઆકરા સમયમાં સેવાનો મહાયજ્ઞ ચલાવનારા રાજકોટના સરગમ ક્લબને હવે સન્માનના મેવા મળી રહ્યાં છે.

sargam 2 કોરોના કાળમાં અસાધારણ સેવાની કદર, ઓક્સિજન સિલિન્ડરની કરી હતી વ્યવસ્થા

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્ઝ તરફથી સન્માન

સરગમ ક્લબને સેવાકાર્યો બદલ સર્ટિફિકેટ

ક્લબના પ્રમુખ ગુણવંત ડેલાવાળાનું બહુમાન

કોરોનાકાળ આપણને ઘણું બધું શિખવી ગયો. સાથે જ આપણે એ પણ જોયું કે એ કપરા કાળમાં કોણે ખરી માનવતા નિભાવી. સેકન્ડ વેવમાં જ્યારે સ્થિતિ સૌથી વિપરિત હતી ત્યારે કેટલાંક દિલેર લોકોએ જાણે કે માનવતાને ઓક્સિજન પૂરું પાડ્યું. રાજકોટ સ્થિત સરગમ ક્લબે આવું જ શાનદાર કામ કરી બતાવ્યું. સેકન્ડ વેવમાં જ્યારે ઓક્સિજનની સખત અછત હતી તેવા સમયે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવી તેમજ રામનાથ પરા સ્થિત મુક્તિધામમાં પણ જરૂરી વ્યવસ્થા કરવાનું કામ સરગમ ક્લબે કર્યું જેના કારણે લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સરગમ ક્લબને કમિટમેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવ્યું. આ સર્ટિફિકેટ ક્લબના પ્રમુખ ગુણવંત ડેલાવાળાને એનાયત કરાયું.

sargam 5 કોરોના કાળમાં અસાધારણ સેવાની કદર, ઓક્સિજન સિલિન્ડરની કરી હતી વ્યવસ્થા

  • સમાજ પ્રત્યેની સેવા અને પ્રતિબદ્ધતાનું સન્માન
  • વર્લ્ડ બુક ઓફ રેકોર્ડે કરી કામગીરીની પ્રસંશા
  • રાજરાજેશ્વર ગુરુજીએ કરી હતી ભલામણ
  • યુરોપ અને ભારતના અધ્યક્ષે કરી પ્રસંશા

સરગમ ક્લબની વિવિધ નિસ્વાર્થ પ્રવૃત્તિઓ અને સેવા કાર્યોને ધ્યાનમાં રાખીને રાજ રાજેશ્વર ગુરુજીએ સરગમ ક્લબ તેમજ તેમના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળાનું સન્માન કરવાની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડને ભલામણ કરી હતી. જે બાદ આ સન્માન કાર્યક્રમ રખાયો હતો. જેમાં સંસ્થાના વિદેશના અને ભારતના પ્રતિનિધિઓએ ગુણવંતભાઈને બિરદાવ્યા હતાં. આ સન્માન સમારોહની ખાસ વાત એ હતી કે તેમાં રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. મહામારીના કપરા સમયમાં કોઈ સેવા માટે આગળ આવે તો એની સેવાની જ્યોત પ્રજ્જવલિત રાખવા જરૂરી છે કે સમય આવે ત્યારે તેનું પણ સન્માન થાય. સરગમ ક્લબનું સન્માન એ રીતે તો સેવાની જ્યોતને મનોબળનું ઘી પૂરવા જેવું કામ છે.

sargam 3 કોરોના કાળમાં અસાધારણ સેવાની કદર, ઓક્સિજન સિલિન્ડરની કરી હતી વ્યવસ્થા

Historic achievement / ગાંધીનગરમાં બનશે વુહાન જેવી લેબોરેટરી, લેબ માટે અંદાજિત 3 કરોડનું પ્રાથમિક બજેટ ફાળવાયું