Not Set/ CM રૂપાણીની અસલ સ્પીચમાં ફેરફાર કરી વીડિયો વાયરલ કરનાર યુવકની થઇ ધરપકડ

હાલ ઇન્ટનેટ અને સોશિયલ મીડિયાનો યુગ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ પણ થતા હોય છે. ત્યારે આજકાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ છે.

Top Stories Gujarat Vadodara
A 156 CM રૂપાણીની અસલ સ્પીચમાં ફેરફાર કરી વીડિયો વાયરલ કરનાર યુવકની થઇ ધરપકડ

હાલ ઇન્ટનેટ અને સોશિયલ મીડિયાનો યુગ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ પણ થતા હોય છે. ત્યારે આજકાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ છે. રાજ્યના મુખ્યમંત્રીનો એક વીડિયો વાયરલ કરવા મામલે વડોદરાના એક યુવકની ધપકડ કરવામાં આવી છે.  મુખ્યમંત્રીનું પદ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ગુનામાં પોલીસે કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાન્ચે વડોદરાથી પ્રદીપ કહાર નામના યુવકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આપને જણાવી દઈએ કે, 32 વર્ષનો યુવક પ્રદીપ કહાર વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં રહે છે. તેણે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઓરિજનલ સ્પીચને એડિટ કરી હતી. સ્પીચના કેટલાક અંશોનો ઉપયોગ કરીને તેને બનાવી હતી. એટલુ જ નહિ, તેણે આ સ્પીચ સોશિયલ મીડિયા પર ફરતી પણ કરી હતી. સાયબર ક્રાઈમે તપાસ કરતા જાણવા મળ્યું કે, પ્રદીપ કહારે આ સ્પીચને એડિટ કરી બનાવી હતી. ત્યારે આ અંગે પોલીસે પ્રદીપ કહાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :તુ મને છોડીને જતી રહી છે. તો હવે તારા ફોટા વાઇરલ…મહિલાએ સંબંધ તોડી નાખતા પ્રેમીએ ફેસબુક પર બિભત્સ

આ અંગે પોલીસે પ્રદિપ કહાર વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી આર ખેરે જણાવ્યું હતું કે આરોપી પ્રદિપ ડી.જેનો વ્યવસાય કરે છે. જ્યારે તેને પ્રસિદ્ધ મેળવવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે.

આ પણ વાંચો :થરા ખાતે કાંકરેજ તાલુકામાં કોરોના નાથવાની સમીક્ષા બેઠક યોજાઇ

આરોપી પ્રદીપના સોશીયલ મીડિયા અકાઉન્ટમાં તેને મુખ્યમંત્રીના મેકડોનાલ્ડ વાળી સ્પીચમાં છેડછાડ કરીને તેની સાથે ગીતો પણ એટેચ કરી દઈ વીડિયો બનાવી પોસ્ટ કર્યા છે. આ ઉપરાંત દેશના ગુજરાતી નેતાના પણ મઝાક ઉડાવતા વીડિયો પોસ્ટ કરાયેલા છે.

આ પણ વાંચો :કોવાક્સિનના લાઈસન્સ માટે થયેલા વિલંબના રિપોર્ટને લઈ સરકારે કર્યો આ ખુલાસો

આરોપી પ્રદિપ ડી.જેનો વ્યવસાય કરે છે. જ્યારે તેને પ્રસિધ્ધી મેળવવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે. પ્રદીપના સોશિયલ મીડીયા એકાઉન્ટમાં મુખ્યમંત્રીના મેકડોનાલ્ડવાળી સ્પીચમાં છેડછાડ કરીને તેની સાથે ગીતો પણ એટેચ કરેલો વીડિયો પોસ્ટ કરાયો છે. આ ઉપરાંત દેશના ગુજરાતી નેતાના પણ મઝાક ઉડાવતા વિડિયો પોસ્ટ કરાયેલા છે.

kalmukho str 11 CM રૂપાણીની અસલ સ્પીચમાં ફેરફાર કરી વીડિયો વાયરલ કરનાર યુવકની થઇ ધરપકડ