Not Set/ તુ મને છોડીને જતી રહી છે. તો હવે તારા ફોટા વાઇરલ…મહિલાએ સંબંધ તોડી નાખતા પ્રેમીએ ફેસબુક પર બિભત્સ તસ્વીરો મુકી

વર્તમાન ટેકનોલોજીના યુગમાં સતર્કતા ના અભાવમાં અનેક ચેતવણીરૂપ કિસ્સાઓ સામે આવી રહ્યા છે.સોશિયલ મીડિયા પર અપરિચિતના સંપર્ક માં આવતા અનેક પ્રકારની છેતરપિંડીનો ભોગ લોકો બની રહ્યા છે.

Gujarat Rajkot

વર્તમાન ટેકનોલોજીના યુગમાં સતર્કતા ના અભાવમાં અનેક ચેતવણીરૂપ કિસ્સાઓ સામે આવી રહ્યા છે.સોશિયલ મીડિયા પર અપરિચિતના સંપર્ક માં આવતા અનેક પ્રકારની છેતરપિંડીનો ભોગ લોકો બની રહ્યા છે. દિલ્હીની યુવતીને ટૂંકાગાળાની ફેસબુકની મિત્રતા ભારે પડી હતી અને 28 જણા દ્વારા સામૂહિક દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના ગઈકાલે પ્રકાશમાં આવ્યા બાદ ગુજરાતમાં પણ સાયબર ક્રાઇમની એક આજ પ્રકારની ઘટના સામે આવી છે.રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.સમગ્ર મામલે યુવતીની ફરિયાદ પરથી સાયબર સેલે ફરિયાદ નોંધી આરોપી પ્રદીપ સિદ્ધપુરાની ધરપકડ કરી છે.

Harassment in cyberspace: Online crimes continue to target women in Pakistan

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે મહિલાએ સંબંધ તોડી નાખતા પ્રેમીએ ફેસબુક પર તેની બિભત્સ તસ્વીરો મુકી દીધી હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે મહિલા સાયબર સેલમાં ફરિયાદ થતા પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. પ્રેમીએ પતિથી અલગ રહેતી યુવતીની તસ્વીરો પ્રેમીએ સોશિયલ મીડિયામાં મુકી તેને બદનામ કરવાનું કાવત્રું રચ્યું હતું.

Greater Noida: Woman arrested for blackmailing married man

 

યુવતીએ મહિલાએ પોલીસને આપેલી ફરિયાદ અનુસાર 19 વર્ષ પહેલા રાજકોટમાં તેના લગ્ન થયા હતા. લગ્ન દરમિયાન તેને ત્રણ સંતાનો પ્રાપ્ત થયા હતા. લગ્ન જીવનમાં પતિ સાથે મનદુખ થતા દોધ વર્ષથી પોતાની પુત્રી સાથે અલગ રહે છે. આ દરમિયાન ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પ્રદીપ સિદ્ધપુરા સાથે તેનો પરિચય થયો હતો. આ પરિચય બાદ બંન્ને પ્રેમમાં પડ્યા હતા. બંન્ને છેલ્લા એક વર્ષથી સાથે રહેતા હતા. દરમિયાન એક મહિના પહેલા પ્રેમી અને પતિ વચ્ચે ઝગડો થયો હતો.

Blackmailing via fake female Id on facebook-1 arrested

આ ઝઘડાનું પરિણામ બદલામાં પરિણમ્યું હતું, યુવકને છોડી દેતા વોટ્સએપ પર યુવતીનાં બીભત્સ ફોટા અને અભદ્ર મેસેજ પણ મોકલ્યા હતા. યુવકે મેસેજમાં જણાવ્યું કે, તુ મને છોડીને જતી રહી છે. તો હવે તારા ફોટા વાઇરલ થયા,  હવે તું ભોગવ. પ્રદીપે તેના ફેસબુક એકાઉન્ટમાં યુવતી કપડા બદલી રહી હોય તે સમયની કેટલીક તસ્વીરો મુકી હતી. સાથે જ પ્રદીપે લખ્યું હતું કે, આજ સવારથી ગુમ છે. જેને પણ મળે આ નંબર પર ફોન કરવો. આવા લખાણ સાથે નીચે તેનો મોબાઇલ નંબર પર લખ્યો હતો.