Vadodara News: ભારતે પાકિસ્તાન સામે કરેલા ઓપરેશન સિંદૂરને લઈને સમગ્ર વિશ્વ સમક્ષ સત્ય દર્શાવવા સરકાર અને વિપક્ષના સાંસદો મળીને વિશ્વ સમક્ષ સત્ય રજૂ કરવાના છે. ભારત સરકાર આ માટે સાંસદોના વૈશ્વિક પ્રવાસનું આયોજન કરવા જઈ રહી છે. તેમા ગુજરાતના વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીની પસંદગી થઈ છે. આ વાત સમગ્ર ગુજરાત માટે ગૌરવ છે.
ડો. હેમાંગ જોષી અન્ય પાંચ સાંસદ સાથે વિદેશ પ્રવાસ કરવાના છે. તેમની સાથેનું પ્રતિનિધિમંડળ ઇન્ડોનેશિયા, મલેશિયા, જાપાન, સિંગાપોર અને રિપબ્લિક ઓફ કોરીયાનો પ્રવાસ કરશે. ઉલ્લેખનીય છે કે પહલગામમાં આતંકવાદી હુમલામાં 26ના મોત થયા પછી ભારતે તેનો પાકિસ્તાનને જબરદસ્ત અને વળતો જવાબ આપ્યો હતો.
ડો. હેમાંગ જોષી ગુજરાત ભાજપના સાંસદ છે. તેઓ વર્ષોથી પક્ષમાં સેવા આપી રહ્યા છે, પરંતુ તેઓ પોતાને હંમેશા પક્ષના કાર્યકર જ કહેવડાવે છે. તેની સાથે પક્ષ જે પણ વાત કહે તે શિરોધાર્ય માનીને તે મુજબ કામ કરે છે.
ભારતે વળતો પ્રહાર કરીને પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના આકાઓને ખતમ કરી દીધા હતા. ભારતે એક સાથે નવ સ્થળોએ પાક.માં હુમલા કરીને પાક.ની એર ડિફેન્સ સિસ્ટમને ખતમ કરી દીધી હતી. ભારતે એકદમ સંયમિત હુમલા કરીને પાક.માં નવ ઠેકાણે આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. તેની સાથે પાક.ના દરેક પ્રહારને ખાળીને અજીત દોભાલના ઓફેન્સિવ ડિફેન્સના સૂત્રનો શતપ્રતિશત અમલ કરી બતાવ્યો હતો. એટલે કે ભારતે પાકિસ્તાન પર હુમલો પણ કર્યો, પરંતુ તેની સાથે-સાથે પાક.ના વળતા હુમલાનો બચાવ પણ કર્યો. પાક.ની એકપણ મિસાઇલ ભારતની જમીન પર લેન્ડ થઈ ના શકી.

