Kutch News: કચ્છમાં આજે સવારે 6 વાગ્યે ભારત-પાક. સરહદ નજીક શંકાસ્પદ વિસ્ફોટ (Explode) થતાં કચ્છ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ ઊંડી તપાસ શરૂ કરી છે. સંદિગ્ધ વસ્તુનો કબ્જો વાયુસેનાને સોંપવામાં આવ્યો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ પણ તપાસમાં જોડાઈ છે.

ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન બોર્ડર પર સુરક્ષા એજન્સી (Security agency)ઓ વધુ એલર્ટ થઈ ગઈ છે. અર્ધલશ્કરી દળોની રજાઓ રદ કરી દેવાઈ છે ત્યારે આજે કચ્છમાં ભુજનાં દુર્ગમ ખાવડાનાં સરહદી કોટડા ગામ નજીક પ્રતિબંધિત વિસ્તારમાં વહેલી સવારે 6 વાગ્યે એક સંદિગ્ધ ઊડતી વસ્તુ હાઈ ટેન્શન પાવર લાઈન સાથે અથડાતાં બ્લાસ્ટ થયો હતો. સરહદ નજીક શંકાસ્પદ વસ્તુ વિસ્ફોટ થતાં કચ્છ પોલીસ, વાયુસેના, BSF સાવધાન થઈ ગઈ છે. હાલ તેની પુષ્ટિ કરાઈ નથી. માહિતી મુજબ શંકાસ્પદ વસ્તુની તપાસ વાયુસેના અને BSF કરી રહી છે. લોકોમાં હાલ ભયનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો:આતંકવાદી આતંકને નાબૂદ કરવા માટે ભારતના હથિયારો
આ પણ વાંચો:ભારતીય સેનાના “ઓપરેશન સિંદુર”ના કોંગ્રેસ અધ્યક્ષે કર્યા વખાણ, સેનાનાં પગલાંને બિરદાવ્યું
આ પણ વાંચો:મરકઝ તૈયબા શું છે? જ્યાં ભારત વિરુદ્ધ ઘડવામાં આવી રહ્યું હતું કાવતરૂં
