mallikarjun kharge/ ભારતીય સેનાના “ઓપરેશન સિંદુર”ના કોંગ્રેસ અધ્યક્ષે કર્યા વખાણ, સેનાનાં પગલાંને બિરદાવ્યું

પહલગામના હુમલાનો ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર તરીકે જે એર સ્ટ્રાઈક કરી તે અંગે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વખાણી હતી.

Top Stories India

delhi news પહલગામના હુમલાનો ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર તરીકે જે એર સ્ટ્રાઈક કરી તે અંગે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વખાણી હતી. તેમજ તેમને મીડિયાને સંબોધન પણ આપ્યું હતું, જેમાં તેમની સાથે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તેમના સોશિયલ મીડિયા માધ્યમ X પર ભારતીય સેનાના વખાણ કર્યા હતા. તેમજ ભારતીય સેનાના પગલાંને બિરદાવ્યા હતા.

મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, અમને ભારતીય સશસ્ત્ર દળો પર ગર્વ છે. જેમણે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ સામે હિંમતવાન અને નિર્ણાયક કાર્યવાહી કરીને યોગ્ય જવાબ આપ્યો છે. આપણે આપણા બહાદુર સૈનિકોની હિંમત, દૃઢ નિશ્ચય અને દેશભક્તિને સલામ કરીએ છીએ. પહેલગામમાં આતંકવાદી હુમલાના દિવસથી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સ્પષ્ટપણે સશસ્ત્ર દળો અને સરકાર સાથે એકતામાં ઉભી રહી છે અને સરહદ પારના આતંકવાદ સામેના દરેક નિર્ણાયક પગલાંને સમર્થન આપે છે.

ઉપરાંત તેમણે કહ્યું કે, પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માંથી ઉદ્ભવતા તમામ પ્રકારના આતંકવાદ સામે ભારતની રાષ્ટ્રીય નીતિ ખૂબ જ સ્પષ્ટ અને અડગ છે. મહાન ભારતીય રાષ્ટ્રની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે તમામ સ્તરે એકતાની ખૂબ જરૂર છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દેશના બહાદુર સૈનિકો સાથે ખભે ખભા મિલાવીને ઉભી છે. ઇતિહાસ સાક્ષી છે કે આપણા નાયકોએ હંમેશા દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે, રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખ્યું છે. ઇતિહાસ સાક્ષી છે કે આપણા નાયકોએ હંમેશા દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે, રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Operation Sindoor: ભારતના હવાઈ હુમલા બાદ અમેરિકાની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે

આ પણ વાંચો:ભારત-પાકિસ્તાન યુદ્ધ પહેલા પણ થઈ હતી મોક ડ્રીલ, 1965-1971માં શું થયું હતું…

આ પણ વાંચો:પાકિસ્તાન અને PoKમાં 9 આતંકી ઠેકાણાઓ પર મિસાઈલ એટેક