Gujarat News : જમ્મુ કાશમીરમાં પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા પર હુમલો કરી દીધો છે. બીજીતરફ ગુજરાતના 18 જિલ્લામાં સાયરન વગાડીને મોકડ્રીલ શરૂ કરવામાં આવી છે. જોકે આ મોકડ્રીલ અને સાયરન અંગે કેટલાક લોકો સાવચેત હતા અને તેમને પહેલેથી તેની જાણ હતી. જ્યારે કેટલાક લોકો તેનાથી અજાણ હતા. કેટલાક લોકોમાં અચાનક શરૂ થયેલી મોકડ્રીલથી અજાણ હોવાથી ડર જોવા મળ્યો હતો. જોકે બાદમાં તેમને મોકડ્રીલ હોવાની જાણ કરવામાં આવી હતી.
જ્યારે કોઈ વિદેશી હુમલા (જેમ કે મિસાઇલ હુમલા અથવા હવાઈ હુમલા) ને કારણે કટોકટી સાયરન વાગે છે, ત્યારે નાગરિકોએ ઝડપથી અને સાવધાનીપૂર્વક પ્રતિક્રિયા આપવી જોઈએ. શું કરવું અને શું ટાળવું તે જાણીએ….

પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં આજે(7 મે)ના રોજ મોકડ્રિલનું આયોજન કરાયું છે. ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ આજે સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન મોકડ્રિલ યોજાશે. જેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ ચાર કલાક દરમિયાન વિવિધ શહેરોના લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની સમજ અપાશે. મોકડ્રિલ દરમિયાન સાયરનો વગાડાશે અને સાંજે સાડા 7.30થી 9.00 વાગ્યા દરમિયાન બ્લેક આઉટ પણ કરાશે. આજે ગુજરાત સહિત દેશભરમાં જે મોકડ્રિલ થઈ રહી છે તેને લગતા તમારા મનમાં જે પણ સવાલો છે તેના જવાબો આગળ મેળવીશું.

અમદાવાદ
પેલેડિયમ મોલમાંથી રેસ્ક્યુ કરીને બેઝમેન્ટમાં લઈ જવામાં આવ્યા
તમામ લોકોને પેલેડિયમ મોલમાંથી રેસ્ક્યુ કરીને બેઝમેન્ટમાં લઈ જવામાં આવ્યા પેલોડિયમમાં આગ લગાવીને બુઝાવવામં આવશે.. કેઝ્યુઆલિટી થઈ હોય તો રેસ્ક્યુ કરવામાં આવશે.
હાઈકોર્ટ ચીફ જસ્ટિસે તમામ કર્મચારીઓને 6.30 કલાક સુધીમાં હાઈકોર્ટથી નીકળી જવા સરક્યુલર કર્યો.
અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં વટવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ઓફિસ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ફાયર બ્રિગેડ મામલતદાર સહિતની ટીમો ઓફિસ ખાતે પહોંચી છે.
તેમજ અમદાવાદ કલેક્ટર ઓફિસ પર સાયરન વગાડવામાં આવ્યું હતું.
અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે મોકડ્રિલ અમારી તૈયારીની સાથે જનતાની અવેરનેસ માટે છે. એક ઈન્ચાર્જ અને 1 કોમ્પોમેન્ટ હશે. કેઝ્યુલ્ટી, ફાયર, રેસ્ક્યુ, વેલ્ફેર, ST અને RTOમાં માણસોનું ઈવેકયુએશ કરવામાં આવશે. ડિસ્ટ્રીક્ટ સ્પાય ઓફીસર હશે. 4 વાગ્યે મોકડ્રિલ શરૂ થશે. અમદાવાદ ગ્રામ્યના 6 સ્થળ ધંધુકા નગરપાલિકા, વિરમગામ ટેંક ફાર્મ, પાવરગ્રીડ પીરાણા, ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ચાંગોદર, ગણેશપુરા કોઠ મંદિર, સાણંદ જીઆઈડીસી ટાટા પ્લાન્ટ ખાતે મોકડ્રિલ કરાશે.

ગાંધીનગર
ગાંધીનગર જિલ્લામા સાંજે 4થી 8 વાગ્યાં સુધી ‘ઓપરેશન અભ્યાસ’ અન્વયે મોકડ્રિલ યોજાશે. જેમાં ગિફ્ટ સિટી, જન આધાર મંગલા માર્કેટ કોમ્પ્લેક્સ તથા કલોલ ખાતે ડેરીસ કેમલેબ, છત્રાલ ખાતે સાંજે ચાર કલાકે મોકડ્રિલ યોજાશે. બેઠકમાં કલેકટરે જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં આકસ્મિક સ્થિતિમાં પહોંચી વળવા માટે આજે સાંજે 4થી 8 કલાક દરમિયાન મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાની સ્ટ્રીટ લાઇટ્સ,આઉટડોર ડિસ્પ્લે બોર્ડસ, હોર્ડિંગ્સ, દુકાનો શોરૂમ્સની નિયોન સાઈન લાઇટ્સ, ટ્રાફિક સિગ્નલો, ઇન્ડસ્ટ્રીઝની લાઈટ્સ, ઘરની લાઈટ્સ બંધ રહેશે. લોકોએ ઘરના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખે તેવી અપીલ કરવામાં આવી હતી.
સુરત
.હજીરાના NTPC પ્લાન્ટમાં સાયરન વાગ્યું
NTPC પ્લાન્ટમાં સાયરન વાગતા જવાનો, ફાયર અને એમ્બ્યુલન્સ, બોમ્બ સ્ક્વોડ સહિતના અંદર ગયા.
ભુજ
ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોકડ્રીલની તૈયારી શરૂ કરવામાં આવી રહી છે. દુશ્મન દેશના એર હુમલાની ખબરથી લોકો ગભરાઈ ગયા છે. આ લોકોને નિર્ભય બનાવી આરટીઓ હોમગાર્ડ વિભાગના જવાનોની મદદથી સેફ હાઉસ સુધી પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વડોદરા
વડોદરામાં મોકડ્રિલને લઈ વડોદરા આરટીઓ વિભાગને પણ સ્ટેન્ડબાય રહેવાની સૂચનાઓ અપાઈ છે. મોકડ્રિલ દરમિયાન વાહનોની જરૂરિયાતને લઈ સૂચનો કરવામાં આવ્યા છે. આરટીઓ અધિકારીઓ 24×7 ફરજ પર હાજર રહેશે. જરૂર જણાશે ત્યાં વાહનની વ્યવસ્થા કરવામાં આવશે.
સયાજી હોસ્પિટલના ઈમરજન્સી વિભાગને એલર્ટ કરાયો છે. NCOT વિભાગમાં રુટિન કરતા બે-બે મેડિકલ સ્ટાફ વધારાયો છે. વધારાનો 15 બેડનો એક વોર્ડ તૈયાર કરાયો છે. સાથે જ વધારાની બે એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રહેશે. વડોદરામાં યોજાનાર મોકડ્રિલના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં મંજુસર જી.આઈ.ડી.સી અને મકરપુરા જી.આઈ.ડી.સીમાં સાંજના 4 વાગ્યે અને ઈનઓર્બિટ મોલમાં સાંજે 5.30 વાગ્યે મોકડ્રિલ યોજાશે.
યુદ્ધના સાયરનનો અવાજ ખૂબ જ જોરથી સંભળાય છે. સામાન્ય રીતે તે 2-5 કિલોમીટરની રેન્જ સુધી સાંભળી શકાય છે. અવાજમાં એક ચક્રીય પેટર્ન છે. એટલે કે, તે ધીમે ધીમે વધે છે, પછી ઘટે છે અને આ ક્રમ થોડી મિનિટો સુધી ચાલુ રહે છે. જ્યારે એમ્બ્યુલન્સ સાયરન 110-120 ડેસિબલનો અવાજ કરે છે, ત્યારે યુદ્ધ સાયરન 120-140 ડેસિબલનો અવાજ કરે છે.
નાગરિકોએ શું કરવું જોઈએ:
1. તાત્કાલિક આશ્રય શોધો:
* નજીકના બોમ્બ આશ્રયસ્થાન, ભોંયરામાં અથવા નિયુક્ત સલામત રૂમમાં જાઓ.
* જો બહાર હોવ, તો નીચા વિસ્તારમાં (જેમ કે ખાડામાં) સપાટ સૂઈ જાઓ અને તમારા માથાને ઢાંકી દો.
2. સત્તાવાર સૂચનાઓનું પાલન કરો:
* રેડિયો, ટીવી અથવા સત્તાવાર એપ્લિકેશનો (દા.ત., NDMA, AIR) દ્વારા સરકારી ચેતવણીઓ સાંભળો.
* બધા ખાલી કરાવવા અથવા લોકડાઉન આદેશોનું પાલન કરો.
3. બારીઓ અને દરવાજાથી દૂર રહો:
* આંચકાના મોજાથી કાચ તૂટી શકે છે – મજબૂત દિવાલો પાછળ રહો.
4. કટોકટી કીટ તૈયાર કરો:
* પાણી, નાશ ન પામે તે ખોરાક, ફ્લેશલાઇટ, પાવર બેંક, પ્રાથમિક સારવાર કીટ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો શામેલ કરો.
5. ઘરની અંદર રહો અને શાંત રહો:
* જ્યાં સુધી અધિકારીઓ તેને સુરક્ષિત જાહેર ન કરે ત્યાં સુધી આશ્રય છોડશો નહીં.
ટાળવા માટેની સામાન્ય ભૂલો:
1. સાયરનને અવગણવી અથવા પ્રતિભાવમાં વિલંબ કરવો:
* કેટલાક તેને એક કવાયત તરીકે ફગાવી દે છે અથવા ખૂબ લાંબી રાહ જુએ છે – દરેક સેકન્ડ મહત્વપૂર્ણ છે.
2. ફોનનો વધુ પડતો ઉપયોગ:
* બિનજરૂરી કોલ્સ અથવા સોશિયલ મીડિયા પોસ્ટિંગ ટાળો, જે નેટવર્કને ગીચ બનાવી શકે છે.
3. ઘટનાઓ રેકોર્ડ કરવા અથવા જોવા માટે બહાર દોડવું:
* એક મોટું જોખમ – કાટમાળ, વિસ્ફોટ અથવા ગૌણ હડતાલ થઈ શકે છે.
4. ચેતવણીઓ દરમિયાન વાહન ચલાવવું:
* રસ્તાઓ ખતરનાક અથવા અવરોધિત હોઈ શકે છે; જગ્યાએ આશ્રય લેવો વધુ સુરક્ષિત છે.
5. નજીકના આશ્રયસ્થાનો અથવા બહાર નીકળવાની યોજનાઓ જાણતા ન હોવા:
* ઘણા લોકો તૈયારી વિના અથવા સલામત સ્થાનોથી અજાણ હોય છે.
આ પણ વાંચો:ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં થનારી મોકડ્રીલ અંગે વિસ્તૃત જાણકારી આપી
આ પણ વાંચો:આવતીકાલે ગુજરાતનાં કેટલા શહેરમાં અને કેટલા વાગે યોજાશે મોકડ્રીલ જાણો
આ પણ વાંચો:ગુજરાતના સંવેદનશીલ બોર્ડર એરિયામાં મોકડ્રીલનો આદેશ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યોજી બેઠક
