Ahmedabad News: રાજ્યના GST વિભાગે (State GST Department) અમદાવાદ શહેરમાં પાન મસાલા (Pan Masala) અને તમાકુ (Tobacco)ના વેપારીઓ (Dealers)ના સ્થળોએ દરોડા (Raid) પાડ્યા હતા. જે દરમિયાન 9.67 કરોડો રૂપિયાની કરચોરી પકડાઈ હતી. GST વિભાગે અમદાવાદનાં ઊંઝા, વિજાપુર, ઉનાવા ખાતે વેપારીઓને ત્યાં રેડ પાડી કરચોરી કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી છે.
સૂત્રો મુજબ રાજ્ય GST વિભાગે અમદાવાદ (Ahmedabad)માં પાન મસાલા અને તમાકુના વેપારીઓ પર કરચોરી અટકાવવા માટે એક ખાસ તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ દરમિયાન 67 વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. નિરીક્ષણ દરમિયાન રોકડ વ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ, બિનહિસાબી સ્ટોક અને બિનરજિસ્ટર્ડ ડીલરો (Unregistered Dealer) જેવી અનેક ગેરરીતિઓ મળી આવી હતી. જેમાં 9.67 કરોડની કરચોરી પકડાઈ હતી. તમાકુના વેપારીઓનાં ત્યાં 71 સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. જ્યારે SGSTએ અમદાવાદમાં 12 વેપારીઓને ત્યાં 13 સ્થળોએ દરોડા પાડ્યા હતા.
અગાઉ અમદાવાદ (Ahmedabad) શહેરમાં પાન મસાલાનાં વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં નોંધાયેલા કરદાતાઓ અને નોંધાયેલા ન હોય તેવા ડીલરો પાસેથી અંદાજિત રૂપિયા 5.68 કરોડની કરચોરી મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય GST વિભાગ આ પ્રકારની કરચોરી અટકાવવા માટે ઘણીવાર સર્ચ ઓપરેશન હાથ ધરે છે. જેમાં કરોડો રૂપિયાની કરચોરી ઘણીવાર પકડાય છે. થોડા મહિના પહેલા, GST વિભાગે પણ એક ભંગારના વેપારી પર દરોડા પાડ્યા હતા અને કરોડો રૂપિયાની કરચોરી પકડી હતી.
અમદાવાદમાં સ્ટેટ GST વિભાગે સપાટો બોલાવ્યો હતો. જેમાં કરચોરી કરતી ગુટખા કંપની વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. GST વિભાગે પાનમસાલાની 2.55 કરોડની કરચોરી ઝડપી પાડી હતી. જેમાં સ્ટેટ GST વિભાગે 6 ગાડીઓ અને 42 લાખ પાન મસાલાના પાઉચ કબજે કર્યા હતા. વાહનોની ચકાસણી કરતા માલસામાન બિનહિસાબી જણાયો હતો.
આ પણ વાંચો:1 એપ્રિલ, 2025 થી નવો GST નિયમ,ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે ISD ફરજિયાત
આ પણ વાંચો:GST ઇન્સ્પેક્ટર 5 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો, સુરેન્દ્રનગર ACBના છટકામાં આવ્યો અધિકારી
આ પણ વાંચો:મહેશ લાંગા કેસ: EDની GST કૌભાંડનો તપાસનો દોર IAS સુધી પહોંચ્યો
