Valsad/ શીશમ-સાગી ચોરસાનાં લાકડા ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, દ્રશ્યો બન્યા ફિલ્મી

વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકાનાં મેણધા ધાકવાળ રસ્તા ઉપર નાનાપોઢા વન વિભાગની ટીમ બાતમીનાં આધારે રાત્રે વોચ રાખી બેઠા હતા, તે દરમિયાન સામેથી શંકાસ્પદ ટેમ્પો આવી રહ્યો હતો….

Gujarat Others
1st 95 શીશમ-સાગી ચોરસાનાં લાકડા ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, દ્રશ્યો બન્યા ફિલ્મી

@ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ

વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકાનાં મેણધા ધાકવાળ રસ્તા ઉપર નાનાપોઢા વન વિભાગની ટીમ બાતમીનાં આધારે રાત્રે વોચ રાખી બેઠા હતા, તે દરમિયાન સામેથી શંકાસ્પદ ટેમ્પો આવી રહ્યો હતો, તે ટેમ્પાનો જંગલ વિભાગનાં સ્ટાફે રોકવા માટે ઈશારો કરતા ચાલકે વન અધિકારીને ઓળખી જતા ત્યાંથી ટેમ્પો પુર પાટ ઝડપી હંકારી નાસી છૂટ્યો હતો.

1st 96 શીશમ-સાગી ચોરસાનાં લાકડા ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, દ્રશ્યો બન્યા ફિલ્મી

જો કે વન અધિકારીઓએ પીછો કરતા ઘાટવાળા અને ટેકરાવાળા રસ્તા હોવાથી ટેમ્પો ન ચઢતા ટેમ્પો ત્યાં મૂકી ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. વન વિભાગ દ્રારા ટેમ્પાની અંદર તપાસ કરતા, કબાટ, પલંગ, ટેબલ વગેરે જૂનો સામાનનાં અંદર તપાસ કરતા સંતાડી રાખેલો શીશમ અને સાગી ચોરસા લાકડાનો વિપુલ પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો.

1st 97 શીશમ-સાગી ચોરસાનાં લાકડા ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, દ્રશ્યો બન્યા ફિલ્મી

નાનાપોઢા વન વિભાગની ટીમ દ્વારા ટાટા ટેમ્પો નંબર. GJ15,T5945 નાં અંદર ગેરકાયદેસર ભરીને તસ્કરી કરેલા શીશમનાં લાકડા નંગ 19 જેની કિંમત રૂપિયા 23,059 અને સાગી ચોરસા નંગ 63 જેની કિંમત રૂપિયા 78,242/- અને ટેમ્પાની કિંમત 1,75,000/- મળી કુલ 2,77,301/-રૂપિયાનો મુદ્દામાલ વન વિભાગ દ્વારા કબ્જો લઈ આગળ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ગાંધીનાં ગુજરાતમાં હિંસાને વેગ, આ વિસ્તારમાં બેકરી સંચાલક પર જીવલેણ હુમલો

ભાજપનાં દિગ્ગજ નેતા દિલિપ સંઘાણી અને તેમના પત્નિ કોરોના સંક્રમિત

મોટેરા સ્ટેડિયમ ખાતે આજે સૌરવ ગાંગુલી-જય શાહની ટીમ વચ્ચે રમાશે ફ્રેન્ડલી મેચ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો