Not Set/ ભૂત સામે પોલીસ ફરિયાદ, જાણો ગુજરાતનાં ક્યાં જીલ્લામાં નોંધાઈ

જાંબુઘોડા પોલીસ મથકમાં અરજદારે ભૂતો દ્વારા મારી નાખવાની ધમકી મળ્યા હોવાની અરજી આપ્યાની વાત જાણીને સૌ કોઈને આશ્ચર્ય થવા પામ્યું હતું.

Gujarat Others
a 337 ભૂત સામે પોલીસ ફરિયાદ, જાણો ગુજરાતનાં ક્યાં જીલ્લામાં નોંધાઈ

ગુજરાતના પંચમહાલ જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ભૂત-ડાકણ હોવાના સહિતના અંધશ્રધ્ધાના કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે આવામાં જાંબુઘોડા તાલુકામાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.  રવિવારે બપોરે એક શખ્સ જાંબુઘોડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તે ડરથી કંપી રહ્યો હતો. તેની ફરિયાદના આધારે પોલીસે બંને ભૂત સામે ફરિયાદ નોંધી.

આ 35 વર્ષીય વ્યક્તિ પંચમહાલના જાંબુઘોડા તાલુકાના એક ગામમાં રહે છે. તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી, અરજદાર વરસંગભાઈ બારીયાએ જાંબુઘોડા પોલીસ મથકમાં લેખિત અરજી આપી જણાવ્યું છે કે ખેતરમાં કામ કરતી વખતે ભૂતોની ટોળકી આવી હતી અને આ ટોળકીમાંથી 2 ભૂતોએ અરજદાર વરસંગ બારીયા પાસે આવીને જાનથી મારી નાખવાની ધમકી આપતા દોડીને પોલીસ સ્ટેશનમાં આવીને જાન બચાવવાની અરજી કરી હતી. જાંબુઘોડા પોલીસ દ્વારા સમગ્ર મામલે અરજદાર દ્વારા આપેલી અરજી ઇનવર્ડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :આજે વહેલી સવારે રાજ્ય ના રિટાયર્ડ DG તીર્થરાજનું નિધન થયું

પાવાગઢમાં ફરજ બજાવતા PSI મયંકસિંહ ઠાકોરે જણાવ્યું કે, ફરિયાદી પરેશાન અને ગભરાયેલો હતો. તેને શાંત કરવા માટે પોલીસને તેની લેખિત ફરિયાદ લેવી પડી.

આ પણ વાંચો :  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા.8 જુલાઈથી પ્રથમ અને 19 જુલાઈથી બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ

બીજી તરફ પોલીસે પીડિત શખ્સના પરિવારનો પણ સંપર્ક કર્યો. પરિવારના સભ્યોએ જણાવ્યું કે, તેની માનસિક બીમારીની સારવાર ચાલી રહી છે. જો કે તેણે છેલ્લા 10 દિવસથી પોતાની દવા નહતી લીધી. જ્યારે પોલીસે સોમવારે તેની સાથે વાત કરી તો તેણે જણાવ્યું કે, તે પોલીસ સ્ટેશનમાં એટલા માટે દોડીને આવ્યો, કારણ કે તેને લાગ્યું કે, ત્યાં ભૂત આવવાની હિંમત નહી કરે. પોલીસ સ્ટેશન જવાથી ભૂત તેને પરેશાન પણ નહીં કરે. પોલીસે પીડિતના પરિવારને તેને નિયમિત દવા આપવા કહ્યું છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ સમસ્યા ના સર્જાય.

આ પણ વાંચો :જમ્મુ કાશ્મીરમાં ડ્રોન હુમલાની ઘટના બાદ, સરહદી જીલ્લા કચ્છમાં ડ્રોન  ઉડાડવા ઉપર મુકાયો પ્રતિબંધ