Not Set/ ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાનો સિલસિલો યથાવત, પાલનપુરમાં ફરી બળાત્કારની ઘટના

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, ત્યારે સરકાર રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત હોવાના જે પ્રકારે દાવા કરી રહી છે, તે જોતા આ દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે.

Gujarat Others
13 years old girl ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાનો સિલસિલો યથાવત, પાલનપુરમાં ફરી બળાત્કારની ઘટના

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, ત્યારે સરકાર રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત હોવાના જે પ્રકારે દાવા કરી રહી છે, તે જોતા આ દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે.

આ જ પ્રકારે સરકારના દાવાને પોકળ સાબિત કરતી વધુ એક બળાત્કારની ઘટના પાલનપુરમાંથી સામે આવી છે. જ્યાં એક યુવકે જાનથી મારી નાખવાની ધમકી આપી યુવકે આચર્યું દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. હવસનો શિકાર બનાવ્યા બાદ પણ આરોપી અવાર નવાર સગીરાને હેરાન પરેશાન કરતો હતો. જો કે આખરે સગીરા તંગ આવી આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે.

સગીરાએ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પાલનપુરમાં રહેતી ધોરણ 12માં સાયન્સમાં અભ્યાસ કરતી સગીરા આઠ મહિલા પહેલા આરોપી મોન્ટુ રમેશભાઇ બાયડના સંપર્કમાં આવી હતી. પિતાના પાર્લર પર આરોપી મોન્ટુ સીગારેટ પીવા માટે રોજ આવતો હતો. આ દરમિયાન સિગારેટના બહાને મોન્ટુ સગીરા સાથે ફોસલાવીને વાતચીત કરતો હતો. તે સમયે આજથી ચાર મહિલા પહેલા સગીરા રાત્રિના સમયે અભ્યાસ કરતી હતી તે દરમિયના 11 વાગ્યો મોન્ટુ તેના ઘરે આવ્યો હતો.

જો કે સગીરાને માતાનું કામ હશે તેમ જાણી માતાને બોલાવાનું કહેતા આરોપીએ ના પાડી હતી. અભ્યાસને લગાત કામ હોવાનું કહી મોન્ટુ ઘરમાં પ્રવેશ્યો હતો. અને સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા અને આરોપીએ બદનામ તેમજ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી જબરજસ્તી દુષ્કર્મ આચર્યું હતું.