મોંઘું શિક્ષણ/ સ્ટેશનરી, યુનિફોર્મ, સ્કુલબેગ સહિતની વસ્તુઓ મોંઘી : વાલીઓ પર વધુ એકવાર મોંઘવારીનો માર

સ્ટેશનરી,યુનિફોર્મ,સ્કુલબેગના ભાવમાં 20થી25 ટકા વધારો નોધાયો છે. 800 રૂપિયાના યુનિફોર્મની કિંમત વધીને 1000 થઈ છે. તો  પેટ્રોલ ડીઝલ અને સીએનજી ના ભાવ વધતાં સ્કૂલ વાનના ભાડામાં પણ 20 ટકા વધારાની સંભાવના જોવાઈ રહી છે.

Top Stories Gujarat
Screenshot 2022 06 06 100218 1 સ્ટેશનરી, યુનિફોર્મ, સ્કુલબેગ સહિતની વસ્તુઓ મોંઘી : વાલીઓ પર વધુ એકવાર મોંઘવારીનો માર

શાળાઓમાં વેકેશન પૂર્ણ થતાં જ વાલીઓ નવા સત્રના અભ્યાસ માટે તૈયારીઓમાં લાગી ગયા છે. વાલીઓ પોતાના પાળી માટે નવી સ્કૂલબેગ, યુનિફોર્મ, સ્ટેશનૃ અને પાણીની બોટલ જેવી વસ્તુઓની ખરીદી કરવા માટે બજારમાં ઉમટી પડ્યા છે. ત્યારે હાલમાં બજારમાં ભારે મોંઘવારીનો સમનોકર્વો પડી રહ્યો છે. વિધાર્થીઓને લગતી દરેક ચીજ વસ્તુમાં મોટો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

સ્ટેશનરી, યુનિફોર્મ, સ્કુલબેગના ભાવમાં 20થી25 ટકા વધારો નોધાયો છે. 800 રૂપિયાના યુનિફોર્મની કિંમત વધીને 1000 થઈ છે. તો  પેટ્રોલ ડીઝલ અને સીએનજી ના ભાવ વધતાં સ્કૂલ વાનના ભાડામાં પણ 20 ટકા વધારાની સંભાવના જોવાઈ રહી છે.  નવું શૈક્ષણિક વર્ષ વાલીઓના ખિસ્સા પર ચોક્કસ થી બોજ વધારશે. તો બીજી બાજુ કાગળના ભાવમાં પણ વધારો નોધાયા નોટબુક અને પુસ્તકોના ભાવમાં પણ વધારો નોધાઈ શકે છે.

નવું સત્ર શરૂ થતા બાળકો પુસ્તકો, નોટબુકો, કંપાસબોક્સ, યુનિફોર્મ, દફતરોની ખરીદી કરવા નીકળતા વાલીગણ અનેક સમસ્યાથી ચિંતિત બન્યો છે. જેવી શાળા તેવો ખર્ચ અનુસાર વાલીઓ પોતાના ખર્ચમાં કાપ મુકીને પણ પોતાના સંતાનના ભાવિની ચિંતા કરી ભણતરનો આર્થિક ભાર ઉઠાવી રહ્યા છે.

તો સાથે ટ્યૂશન તો આજે ફરજિયાત બની ગયા છે. તો ત્યષ્ણ સંચાલકોએ પણ ફીમાં પણ વધારો ઝીંકાયો છે.  સ્કૂલ ડ્રેસ, ફી, સ્ટેશનરીના ભાવ વધવા સાથે જે તે વિષયના શિક્ષકોએ ટ્યૂશન ફીમાં વધારો ઝીંકતા સામાન્ય માંસ માટે આજે બાળકોને ભણાવવા એક મોટી સમસ્યા બનતું જાય છે.

વાલીઓની મૂંઝવણ વધી ગઈ છે.  સ્થાનિક બજારમાં નોટો, ચોપડામાં ૨૦થી ૨૫ ટકા જેવો ભાવવધારો ઝીંકાયો છે. સ્કૂલ બેગની કિંમત વધીને રૂ. 200 થી 1500 સુધી પહોંચી છે. આ વર્ષે ટ્રોલી સ્કૂલ બેગ મોંઘી હોવા છતાં તેની ડિમાન્ડ વધી છે. ભાવવધારા છતાં વાલીઓ બાળકોને તેની પસંદ અને મજબૂતાઈને ધ્યાનમાં રાખી એ રીતની બેગ ખરીદે છે.

ખાનગી પ્રકાશનોના પુસ્તકોના ભાવમાં પણ વધારો નોંધાવાણી શક્યતા છે. જેથી વાલીઓએ નોટબુકો અને ફુલસ્કેપ ચોપડામાં ભાવવધારો સહન કરવાની નોબત આવી શકે છે.