Not Set/ રાહુલ ગાંધીના ‘અઝહર જી’નો કોંગ્રસે આપ્યો જવાબ, રવિશંકર પ્રસાદનો ‘હાફીઝ જી’ વિડીયો કર્યો શેર

રાહુલ ગાંધીએ મસૂદ અઝહરને “જી” કહીને કરેલા સંબોધન અંગે કોંગ્રેસે રવિશંકર પ્રસાદનો ‘હાફીઝ જી’ કહીને સંબોધન કરતો એક વિડીયો સોશ્યલ મીડિયામાં શેર કર્યો છે અને ભાજપને જવાબ આપ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ મંગળવારે સવારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનો એક વીડિયો ટ્વિટ કર્યો છે. જેમાં આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદીનના પ્રમુખ હાફિઝ સઇદને કથિત રૂપમાં હાફિઝ […]

Top Stories India
mantavya 250 રાહુલ ગાંધીના ‘અઝહર જી’નો કોંગ્રસે આપ્યો જવાબ, રવિશંકર પ્રસાદનો ‘હાફીઝ જી’ વિડીયો કર્યો શેર

રાહુલ ગાંધીએ મસૂદ અઝહરને “જી” કહીને કરેલા સંબોધન અંગે કોંગ્રેસે રવિશંકર પ્રસાદનો ‘હાફીઝ જી’ કહીને સંબોધન કરતો એક વિડીયો સોશ્યલ મીડિયામાં શેર કર્યો છે અને ભાજપને જવાબ આપ્યો છે.

કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ મંગળવારે સવારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનો એક વીડિયો ટ્વિટ કર્યો છે. જેમાં આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદીનના પ્રમુખ હાફિઝ સઇદને કથિત રૂપમાં હાફિઝ જી કહેતાં દર્શાવવામાં આવ્યા છે.

ટ્વિટમાં પ્રિયંકા ચતુર્વેદીએ લખ્યું છે કે, આશા રાખું છું કે, આ વીડિયોને ભાજપની નવી વેબસાઇટ પર સારું સ્થાન મળશે.

ભાજપ નેતૃત્વ અને તેમનો હાફિઝ સઇદને સમર્થન આપી રહ્યા છે. આ ઉપરાંત તેમને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનો ફોટો પણ શેર કર્યો છે. જેમાં તેઓ મસૂદ અઝહરના છોડવા જઇ રહ્યા છે. જે કંદહાર ઘટના સમયની છે.

તો બીજીબાજુ રાહુલ ગાંધીએ મસૂદ અઝહરને “જી” કહીને કરેલા સંબોધન અંગે કોંગ્રેસ નેતા અહેમદ પટેલે રાહુલનો બચાવ કર્યો છે, તેમને કહ્યું કે રાહુલજીએ વ્યંગમાં આતંકવાદી મસૂદ અઝહરના નામ પાછળ “જી” લગાવ્યું હતુ,

પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંવાદી મસૂદ અઝહરે પુલવામાં હુલમાની જવાબદારી લીધી હતી. જેમાં ભારતના 40 જવાનો શહીદ થઇ ગયા હતા ત્યાર બાદ ભારતીય વાયુસેનાએ પીઓકેમાં જૈશના ઠેકાણા પર હુમલો કરીને આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો હતો, આ મામલે રાજનીતિ ચાલી રહી છે.