Not Set/ સુપ્રીમ કોર્ટનો આદેશ, કોરોનાથી થયેલા મોત પર વળતર આપે સરકાર

સુપ્રીમ કોર્ટે કોવિડ પીડિતોને વળતર આપવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવા આદેશ આપ્યો છે. બુધવારે એક મહત્વપૂર્ણ નિર્ણય આપતી વખતે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે સરકારે કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોનાં પરિવારને વળતર આપવું જોઈએ.

Top Stories India
123 62 સુપ્રીમ કોર્ટનો આદેશ, કોરોનાથી થયેલા મોત પર વળતર આપે સરકાર

સુપ્રીમ કોર્ટે કોવિડ પીડિતોને વળતર આપવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવા આદેશ આપ્યો છે. બુધવારે એક મહત્વપૂર્ણ નિર્ણય આપતી વખતે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે સરકારે કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોનાં પરિવારને વળતર આપવું જોઈએ. જો કે આ વળતર કેટલું હોવું જોઈએ તે સરકારે પોતે નક્કી કરવું પડશે.

આ પણ વાંચો – કોરોનાના નિયમોનો ભંગ / દિલ્હીમાં કોવિડ પ્રોટોકોલનું પાલન ન થતા 5 જુલાઈ સુધી આ બજારો રહેશે બંધ

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો છે કે, કોરોના પીડિતોનાં પરિવારને વળતર માટે માર્ગદર્શિકા તૈયાર કરો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પીડિતોને કેટલી રકમ આપવી તે નક્કી કરશે. માર્ગદર્શિકા 6 અઠવાડિયામાં તૈયાર કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે કોવિડનાં મોત પર ચાર લાખ રૂપિયા વળતર આપવાના આદેશને નકારી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટ માટે સરકારને વળતરની અમુક રકમ ચૂકવવાનો આદેશ આપવો યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેને પણ નકારી શકાય નહીં કે, જો રૂ. 4 લાખનું વળતર આપવામાં આવે તો સરકારને આર્થિક મુશ્કેલી પડી શકે છે. કોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે, કોઈપણ નિયત રકમનાં વળતરનો હુકમ કરવો કોર્ટ માટે યોગ્ય નથી. મહામારીનાં કારણે ઉદભવતા આર્થિક પડકારોનો સામનો કરવા સાથે, સરકારે પરપ્રાંતિય મજૂરો માટે ખોરાક, આશ્રય, પરિવહનની વ્યવસ્થા કરવી પડશે. પરંતુ NDMA એ આ સંદર્ભે માર્ગદર્શિકા બનાવવી જોઈએ. વળતર નક્કી કરવાની તેની કાનૂની જવાબદારી છે.

આ પણ વાંચો – કોરોનાની અસર / દેશ અને દુનિયામાં કોરોનાનાં કેસમાં ચિંતાજનક વધારો, મોતનાં મામલે બ્રાઝિલે ભારતને છોડ્યુ પાછળ

આ પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, આ મામલો માત્ર પૈસાનો નથી, પરંતુ સંસાધનોનાં તર્કસંગત અને વિવેકપૂર્ણ ઉપયોગનો છે. જો રાજ્યોને દરેક મૃત્યુ માટે 4 લાખ રૂપિયા ચૂકવવા સૂચના આપવામાં આવે તો તેમનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ ખતમ થઈ જશે. આ સાથે, કોરોના વિરુદ્ધ લડવાની તૈયારીની સાથે, ભૂકંપ, પૂર, ચક્રવાત જેવી કુદરતી આફતો સામે લડવું લગભગ અશક્ય બનશે. આપને જણાવી દઈએ કે, આ કિસ્સામાં, ઘણા અરજદારો દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોનાં પરિવારોને ડિઝાસ્ટર એક્ટ હેઠળ ચાર લાખ રૂપિયા વળતર મળવું જોઈએ. આ ઉપરાંત અરજદારે કોવિડ ડેથ સર્ટિફિકેટ અંગે પણ અરજીમાં સવાલો ઉભા કર્યા હતા. જેના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો હતો.

Footer 2 સુપ્રીમ કોર્ટનો આદેશ, કોરોનાથી થયેલા મોત પર વળતર આપે સરકાર