Not Set/ અપરાધીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો, એએસઆઇની મારી-મારીને કરી હત્યા…

મધ્ય પ્રદેશના છીંદવાડામાં એક ફરાર અપરાધીને પકડવા ગયેલી પોલીસ ટીમપર કરવામાં આવેલા હુમલામાં એક પોલીસકર્મીનું મોત થઇ ગયું અને એક અન્ય જખ્મી થયા છે. પોલીસે જણાવ્યું કે આ હદસો એ સમયે થયો જયારે પોલીસ જૌહર સિંહ નામના એક અપરાધીની ધરપકડ કરવા ગઈ હતી. સિંહ વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર થઇ ગયું હતું. જે પોલીસકર્મીનું મૃત્યુ થયું એમનું […]

Top Stories India
boat22n 1 web અપરાધીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો, એએસઆઇની મારી-મારીને કરી હત્યા...

મધ્ય પ્રદેશના છીંદવાડામાં એક ફરાર અપરાધીને પકડવા ગયેલી પોલીસ ટીમપર કરવામાં આવેલા હુમલામાં એક પોલીસકર્મીનું મોત થઇ ગયું અને એક અન્ય જખ્મી થયા છે. પોલીસે જણાવ્યું કે આ હદસો એ સમયે થયો જયારે પોલીસ જૌહર સિંહ નામના એક અપરાધીની ધરપકડ કરવા ગઈ હતી. સિંહ વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર થઇ ગયું હતું. જે પોલીસકર્મીનું મૃત્યુ થયું એમનું નામ દેવચંદ્ર નાગલે હતું. તેઓ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરના રેન્ક પર તૈનાત હતા.

પોલીસે જણાવ્યું કે આ મામલામાં જોહર સિંહ અને ત્રણ મહિલાઓ સહીત આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટના સવારે છ વાગે થઇ હતી, જયારે નાગલે અને અન્ય કેટલાક પોલીસકર્મી જોહર સિંહને પકડવા ગયા હતા. જોહરસિંહ વિરુદ્ધ એક મારપીટના મામલામાં સ્થાનિક વોરંટ જાહેર થયું હતું.

s886 e1532528186635 અપરાધીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો, એએસઆઇની મારી-મારીને કરી હત્યા...

એએસપી નીરજ સોનીએ જણાવ્યું કે, પોલીસ ટીમે જયારે જોયું કે જૌહર સિંહ ઘરની અંદર છે, તો એમને પકડવાની કોશિશ કરી. ત્યારે જૌહર સિંહે એમના પરિજનો સાથે મળીને પોલીસ ટીમ પર લાકડીઓ અને કુહાડીઓથી હુમલો કર્યો હતો. હુમલો કરવાવાળાઓમાં મહિલાઓ પણ શામેલ હતી. આ હુમલામાં નાગલે ગંભીર રીતે ઘાયલ થયા હતા. અને એક અન્ય પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા.

નાગલેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું, જયારે ઘાયલ પોલીસકર્મીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં એમનો ઈલાજ ચાલી રહ્યો છે. પોલીસે ૧૧  માંથી ૮  હુમલાખોરોની ધરપકડ કરી લીધી છે. અને બાકી ત્રણ ને પકડવા માટે તપાસ અભિયાન ચાલુ છે.