diwali/ દિવાળીના તહેવારોમાં બેંકોમાંથી ગ્રાહકોને કડકડતી ચલણી નોટો ન મળતા નિરાશા

– કડકડતી નોટોનો વહીવટ બેંકના જવાબદારો સ્ટાફમાં અને અન્ય મળતીયાઓને પધરાવી દીધી હોવાનો ગ્રાહકોનો આક્ષેપ
– માત્ર રૂ.100ની ફ્રેશ નોટોના બંડલો આવ્યા હોવાનું બેંકોના જવાબદારોનું રટણ
– છેલ્લા ઘણા વર્ષોથી ગ્રાહકોને ફ્રેશ નોટો ન મળતા અવઢવમાં

Gujarat Others Trending
new note bundle shortage in kheda anand દિવાળીના તહેવારોમાં બેંકોમાંથી ગ્રાહકોને કડકડતી ચલણી નોટો ન મળતા નિરાશા

(હેમંત દેસાઇ – પ્રતિનિધિ, માતર)

ખેડા-આણંદ જિલ્લામાં આવેલી રાષ્ટ્રીયકૃત, ખાનગી અને સહકારી બેંકોના ગ્રાહકોને દિવાળીના તહેવારોમાં રૂ.10, 20ની કડકડતી નોટોના બંડલો ન મળતા ગ્રાહકોમાં નિરાશાઓ વ્યાપી હોવાનું જાણવા મળ્યું છે. તદ્દઉપરાંત RBIએ તાજેતરમાં જિલ્લાની સંબંધિત બેન્કોને મોકલેલી કડકડતી (ફ્રેશ) ચલણી નોટોનો વહીવટ બેંકના જવાબદારોએ પોતાના સ્ટાફ સહિત કેટલાક મળતીયાઓને કરી નાખતા ગ્રાહકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.

આ અંગે કેટલીક બેંકના ગ્રાહકોએ જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દર વર્ષે દિવાળીના તહેવારોમાં ગ્રાહકો માટે રૂ.10, 20, 50ની કડકડતી નોટોના બંડલો રાજ્યની દરેક રાષ્ટ્રીયકૃત, સહકારી, ખાનગી અને કો ઓપરેટિવ બેન્કોને મોકલી રહેલ છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ઉપરોક્ત બેંકોના રોજીંદા ગ્રાહકોને, વેપારીઓ, સંસ્થાઓને, કંપનીઓ સહિત અન્ય પેઢીઓને આ નોટોના બંડલો આપવામાં આવતા નથી. આ વર્ષે પણ દિવાળીના તહેવારો ચાલુ થઈ ગઇ હોવા છતાં પણ બેંકોમાંથી કડકડતી નોટોનું બંડલ નહીં મળતા ગ્રાહકોમાં નિરાશા વ્યાપી હોવાનું જોવા મળી રહ્યું છે.

હાલમાં શહેર, તાલુકા મથકો અને ગામડાંઓમાં આવેલી બેંકોમાં કડકડતી ચલણી નોટો લેવા માટે ગ્રાહકો ધરમધક્કાઓ ખવડાવી રહી છે. વધુમાં સ્થાનિકોમાં થતા ગણગણાટ મુજબ તાજેતરમાં રૂ.10 અને 20 ફ્રેશ બંડલો જે તે બેન્કોને આપવામાં આવ્યા હતા પણ તે બેંકોમાં બંધ બારણે વહીવટ થઈ ગયો છે એવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે.

આ અંગે સંબંધિત બેંકોના જવાબદારોના કહેવા મુજબ ઉપરથી ફ્રેશ બંડલો આપવામાં આવતા નથી. હાલમાં માત્ર રૂ.100ના જ ફ્રેશ બંડલો આપવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.


આણંદ જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો

આણંદ જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

ખેડા જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

ખેડા જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


Read More: હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની કરી આગાહી, ખેડૂતોની ચિંતા વધી

Read More: સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવાં 155 ભોજન કેન્દ્રનો કરાવ્યો શુભારંભ

Read More: ગોરખપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, 6 લોકોના કરૂણ મોત


Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube 

Download Mobile App : Android | IOS