Economy/ વર્તમાન આર્થિક વિકાસ દર પૂરતી રોજગારી ઊભી કરવા સક્ષમ નથીઃ રઘુરામ રાજન

ભારત વેલ્યુ ચેઈનને સુધારવામાં વ્યસ્ત છે અને તેના પરિણામો પણ દેખાઈ રહ્યા છે

Top Stories Business
india needs 8 8 5 perecent growth to create enough jobs raghuram rajan વર્તમાન આર્થિક વિકાસ દર પૂરતી રોજગારી ઊભી કરવા સક્ષમ નથીઃ રઘુરામ રાજન

નવી દિલ્હીઃ ભારતીય અર્થવ્યવસ્થા હાલમાં જે ગતિએ વિકાસ કરી રહી છે તે પ્રમાણે પર્યાપ્ત સંખ્યામાં રોજગારીનું સર્જન કરવું શક્ય નથી. વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતા ભારતે પર્યાપ્ત સંખ્યામાં નોકરીઓ પેદા કરવા માટે વાર્ષિક 8 થી 8.5 ટકાના દરે આર્થિક વૃદ્ધિ હાંસલ કરવી પડશે. આ વાત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહી છે.

રઘુરામ રાજને ચીનની રાજધાની બેઇજિંગમાં વીડિયો લિન્ક દ્વારા પોતાના સંબોધનમાં કહ્યું હતું કે દેશની વસ્તીની જરૂરિયાતો અને રોજગારની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ભારત 8 થી 8.5 ટકાના દરે વૃદ્ધિ કરે તે જરૂરી છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, વર્તમાન 6 થી 6.5 ટકાનો આર્થિક વિકાસ દર અન્ય દેશોની સરખામણીએ સારો દેખાય છે. પરંતુ આર્થિક વિકાસની ગતિ આપણને જોઈતી નોકરીઓની સંખ્યાના સંબંધમાં ધીમી છે. રઘુરામ રાજને કહ્યું કે આપણા દેશમાં યુવાનોની મોટી વસ્તી છે જેને રોજગારની જરૂર છે.

આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નરે કહ્યું કે ભારત માટે ચીન અને વિયેતનામ જેવી મેન્યુફેક્ચરિંગ શક્તિઓ સાથે સ્પર્ધા કરવા માટે તેના કર્મચારીઓને વધુ સારી રીતે તૈયાર કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતમાં આઈફોનના ઉત્પાદનને ટાંકીને તેમણે કહ્યું કે ભારત વેલ્યુ ચેઈનને સુધારવામાં વ્યસ્ત છે અને તેના પરિણામો પણ દેખાઈ રહ્યા છે. પરંતુ મોબાઈલ હેન્ડસેટના સંપૂર્ણ ઉત્પાદનના સંદર્ભમાં ભારતે હજુ લાંબો રસ્તો કાપવાનો છે. તેમણે કહ્યું કે ચીપ મેન્યુફેક્ચરિંગમાં ચીનનું ઇનોવેશન શાનદાર રહ્યું, જેમાં ભારત ઘણું પાછળ છે.

રઘુરામ રાજને કહ્યું કે અમે મહામારીમાંથી બહાર આવી રહ્યા છીએ અને ભારતની અર્થવ્યવસ્થા સ્થિર વૃદ્ધિના સંકેતો આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે સરકાર હવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ખર્ચ કરી રહી છે, બેંકોની બેલેન્સ શીટ સુધારવા અને ઉચ્ચ મધ્યમ વર્ગની સારી માગને કારણે વિકાસને વેગ મળી રહ્યો છે.


Read More: હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની કરી આગાહી, ખેડૂતોની ચિંતા વધી

Read More: સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવાં 155 ભોજન કેન્દ્રનો કરાવ્યો શુભારંભ

Read More: ગોરખપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, 6 લોકોના કરૂણ મોત


Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube 

Download Mobile App : Android | IOS