Canada/ ખાલિસ્તાન સમર્થક ‘શીખ ફોર જસ્ટિસ’ના વડા ગુરપતવંત સિંહ પન્નુનને લઈને કેનેડાના બદલાયા તેવર

ખાલીસ્તાની સમર્થક પન્નુની ધમકીને પગલે કેનેડિયન પ્રધાન પાબ્લો રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે તેઓ આ ધમકીને ગંભીરતાથી લઈ રહ્યા છે. કેમકે એરલાઈનને આપવામાં આવેલ ધમકીના કારણે દેશ ઉપરાંત અન્ય બહારના લોકોમાં સુરક્ષઆને લઈને ચિંતામાં વધારો થયો છે.

Top Stories World
YouTube Thumbnail 72 1 ખાલિસ્તાન સમર્થક ‘શીખ ફોર જસ્ટિસ’ના વડા ગુરપતવંત સિંહ પન્નુનને લઈને કેનેડાના બદલાયા તેવર

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાન વિવાદને લઈને સંબંધોમાં તણાવ સર્જાયો હતો. કેનેડામાં શીખોનું એક જૂથ (શીખ ફોર જસ્ટિસ) આતંકવાદને સમર્થન આપતું હોવાનું ભારતે નિવેદન આપ્યું હતું. આ પ્રતિબંધિત સંગઠનના વડા ગુરપતવંત સિંહ પન્નુએ એર ઇન્ડિયા ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકીનો વીડિયો સામે આવ્યા બાદ કેનેડિયન સરકારે પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા આપવામાં આવેલ સંભવિત ધમકીની તપાસ શરૂ કરી છે.

ભારત અને કેનેડા બંને દેશોએ ખાલિસ્તાન મામલે સંઘર્ષ થતા પોત-પોતાના રાજદ્વારી અધિકારીઓને પરત બોલાવ્યા હતા. આરોપ-પ્રતિઆરોપ બાદ હાલમાં કેનેડાનું વલણ બદલાયું છે. કેનેડા આતંકવાદને પોષનારા ખાલિસ્તાન સમર્થક તરીકેની છાપ ઉપસ્યા બાદ પ્રતિબંધિત સંગઠન પ્રત્યે કાર્યવાહી કરવાને લઈને વિચારણા કરી રહ્યું છે.

આ વીડિયોમાં ગુરપતવંત સિંહ પન્નુ ધમકીભર્યા અવાજે લોકોને એરલાઈનમાં મુસાફરી ના કરવા બાબતની ચેતવણી આપી રહ્યા છે. શીખ ફોર જસ્ટિસના વડાએ એર ઇન્ડિયા ઉડાનને લઈને ધમકી આપી. જે 19 નવેમ્બરથી મુસાફરો માટે શરૂ થવાની છે. SJFના ગુરપતવંત સિંહ પન્નુએ શીખ સમુદાયને એર ઈન્ડિયાનો બહિષ્કાર કરવા હાકલ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ પન્નુના વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે અમે ભારતને લક્ષ્ય બનાવી રહ્યા છીએ, અમારો બહિષ્કાર એક શરૂઆત છે એર ઈન્ડિયાથી લઈને ‘મેડ ઈન ઈન્ડિયા’ સુધી, અમે બધું જ બંધ કરવાના છીએ.

ગુરુવારે, કેનેડિયન પ્રધાન પાબ્લો રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે તેઓ આ ધમકીને ગંભીરતાથી લઈ રહ્યા છે. કેમકે એરલાઈનને આપવામાં આવેલ ધમકીના કારણે દેશ ઉપરાંત અન્ય બહારના લોકોમાં સુરક્ષઆને લઈને ચિંતામાં વધારો થયો છે. આથી જ લોકોની સુરક્ષાને પગલે અમારી સરકાર તમામ જોખમો પર વિચાર કરી નિર્ણય લેશે. અમે ઑનલાઇન અને અમારા સુરક્ષા ભાગીદારો સાથે ફરતી તાજેતરની ધમકીઓની નજીકથી તપાસ કરી રહ્યા છીએ. કેનેડિયનોને સુરક્ષિત રાખવા માટે શક્ય તેટલું બધું કરીશું. જ્યારે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારતે કેનેડા સાથે “આતંકવાદી ધમકીઓ”નો મુદ્દો ઉઠાવ્યો છે. અમે કેનેડીયન સરકાર પર આવા ઉગ્રવાદી તત્વોને સ્થાન ન આપવા માટે દબાણ ચાલુ રાખીશું.

કેનેડામાં 1985માં એરલાઈનની એક ઘટના બની હતી. જેમાં ટોરોન્ટોથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન બોમ્બ વિસ્ફોટ બાદ એટલાન્ટિક મહાસાગરમાં ક્રેશ થયું હતું. અને આ દુર્ઘટનામાં 280 કેનેડિયનો સહિત જહાજમાં સવાર તમામ 329 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગુરુપંતવતસિંહ પન્નુની એરલાઈન ઉડાવાની ઘટના બાદ ફરી 1985 જેવી ઘટના ના બને માટે કેનેડિયન સરકાર કાર્યવાહી હાથ ધરશે.


whatsapp ad White Font big size 2 4 ખાલિસ્તાન સમર્થક ‘શીખ ફોર જસ્ટિસ’ના વડા ગુરપતવંત સિંહ પન્નુનને લઈને કેનેડાના બદલાયા તેવર


આ પણ વાંચો : ‘અહો આશ્ચર્યમ્’ મહાલક્ષ્મી મંદિરમાં ભક્તોને પ્રસાદમાં મળે છે ઘરેણાં, દાગીના થઈ જાય છે ડબલ

આ પણ વાંચો : Dhanteras 2023/ ધનતેરસ પર ખરીદી કરતા પહેલા જાણી લો સોના અને ચાંદીના ભાવ….

આ પણ વાંચો : Electric SUV/ ભારતમાં લોન્ચ થઈ નવી ઈલેક્ટ્રિક SUV, જુઓ લૂક અને ફીચર્સ