Gujarat News/ પ્રથમ દિવસે પોર્ટલ પર એકસાથે અસંખ્ય ખેડૂતોએ ખરીફ પાકોની નોંધણીમાં પોર્ટલ થયું ક્રેશ

કૃષિ વિભાગ દ્વારા સતત અપડેશનના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેના પરિણામે આજ તા. ૨ સપ્ટેમ્બરથી નોંધણી પુનઃ કાર્યરત થઈ

Top Stories Gujarat Breaking News

Gujarat News: કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગત તા. 1  સપ્ટેમ્બરથી ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવી હતી. નોંધણી શરૂ થયાના પ્રથમ દિવસે એક સાથે ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન થવાથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ટ્રાફિક વધી જવાના કારણે પોર્ટલ ક્રેશ થયું હતું, જેથી ખેડૂતોની પ્રથમ દિવસે નોંધણી થઈ શકી ન હતી.

આ બાબતની જાણ થતા કૃષિ વિભાગ દ્વારા સતત અપડેશનના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેના પરિણામે આજ તા. 2  સપ્ટેમ્બરથી નોંધણી પુનઃ કાર્યરત થઈ છે. ખેડૂતો આગામી તા. 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. રાજ્યમાં કોઈપણ ખેડૂત નોંધણીમાં બાકી ન રહી જાય તે માટે જરૂર જણાયે સમય મર્યાદા વધારવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

[fvplayer id=”71″]

ખેડૂતોને નોંધણી માટે પૂરતો સમય આપવામાં આવશે, જેથી ખેડૂત મિત્રોએ બિનજરૂરી ધસારો ન કરીને સહકાર આપવા કૃષિ મંત્રી  રાઘવજી પટેલે અનુરોધ કર્યો હતો.

નોંધણી પ્રક્રિયા તા. 15  સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે જરૂર જણાશે તો બાકી રહી ગયેલા ખેડૂતો માટે સમયમર્યાદા લંબાવવામાં આવશે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વજન ઘટાડવું છે? ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો ટ્રેન્ડ તમને હાર્ટ એટેક પણ આપી શકે છે!!!

આ પણ વાંચો:અમદાવાદના વૈજ્ઞાનિક ધ્રુવ પંચાલનું હાર્ટ એટેક પર નવીન સંશોધન, અમેરિકાના હાર્ટ એસોસિએશન દ્વારા પ્રમાણિત

આ પણ વાંચો:ગુનેગારોમાં કડક છાપ ધરાવતા નિવૃત DySP સુખદેવસિંહ ઝાલાનું હાર્ટ એટેકથી નિધન, લખતરના ઝમર ગામે સાધુવેશ ધારણ કર્યો હતો