train/ આઠ મહિના બાદ પાટા પર દોડવા દેશની ટ્રેનો તૈયાર, રેલ્વેની કવાયત

છેલ્લા આઠ મહિનાથી કોરોનાના કારણે સૌથી વધારે જો કોઈ ક્ષેત્રને અસર પહોંચી હોય તો તે મુસાફરીને પહોંચી છે.નવા વર્ષથી કેન્દ્ર સરકારનો રેલવે વિભાગ યાત્રિકોને એક મોટી ભેટ

Top Stories India
indian

છેલ્લા આઠ મહિનાથી કોરોનાના કારણે સૌથી વધારે જો કોઈ ક્ષેત્રને અસર પહોંચી હોય તો તે મુસાફરીને પહોંચી છે.નવા વર્ષથી કેન્દ્ર સરકારનો રેલવે વિભાગ યાત્રિકોને એક મોટી ભેટ આપવા જઈ રહ્યો છે. રેલવેનું સંચાલન સામાન્ય કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે અને તેને લઈને રેલવે બોર્ડ તરફથી દક્ષિણ-પૂર્વ ઝોન સહિત તમામ ઝોનને તૈયારી પૂર્ણ કરી લેવા કહેવાયું છે.રેલવેને પૂર્વવત કરવાની તૈયારીના ભાગરૂપે રાંચી રેલવે મંડળે તો જોરશોરથી તૈયારી પણ શરૂ કરી દીધી છે અને તે અંતિમ તબક્કામાં છે. અનેક ટ્રેનોને તૈયાર કરી રાંચી અને હટિયા રેલવે સ્ટેશનો ઉપર ઉભી કરી દેવામાં આવી છે અને ટ્રેનની બોગીઓને ચોખ્ખી-ચણાંક કરાઈ રહી છે.તેમજ સેનિટેશન કરી અને ત્યારબાદ યાત્રીઓને મુસાફરી કરવા માટે ટ્રેનનોને ખુલ્લી મુકવામાં આવશે.

Have an Idea to Improve the Indian Railways? You Could Win Rs 10 Lakhs

Vijay Diwas / 1971નાં યુદ્ધની વ્યૂહરચના ઘડવૈયા આ 3 ભારતીય સૈન્યાધિકારીઓને …

દેશભરમાં રોજિંદા રફતારથી દોડતી રેલવેના એન્જીન પાટા પર પૂર્વવત્ દોડવા તૈયાર થઈ ગયા છે. અધિકારીઓનું કહેવું છે કે રેલવે બોર્ડ તરફથી લીલીઝંડી મળે તેની રાહ જોવાઈ રહી છે. જેવી ત્યાંથી મંજૂરી મળી ગઈ કે ટ્રેનો દોડવાનું શરૂ થઈ જશે. અત્યારે 42 જોડી ટ્રેન દોડાવવાની યોજના ઘડી કાઢવામાં આવી છે. પ્લાન છે કે જાન્યુઆરીના અંત સુધી તમામ ટ્રેનો પાટા પર ઉતારી દેવામાં આવશે.રાંચી અને હટિયા રેલવે સ્ટેશનથી લોકડાઉન પહેલાં કુલ 54 ટ્રેનો દોડતી હતી. તેમાં 12 ટ્રેનો બે તબક્કામાં ચલાવાઈ ચૂકી છે. ત્રીજા તબક્કામાં 12 ટ્રેનોને જાન્યુઆરીના મધ્ય સુધી પાટા પર ઉતારી દેવાની યોજના છે. બાકી ટ્રેનોને જાન્યુઆરીના અંત સુધીમાં ચલાવવાની યોજના બનાવાઈ છે. રેલવે બોર્ડે દક્ષિણ-પૂર્વ ઝોનથી એ ટ્રેનોની યાદી મગાવી હતી જેને પ્રાથમિકતાના આધાર પર ચલાવવામાં આવનાર છે. આ પછી ઝોનથી સંબંધિત ટ્રેનોની યાદી રેલવે બોર્ડને મોકલી દેવાઈ છે.સૂત્રોની માનીએ તો રેલવે બોર્ડ એક-એક કરીને આ ટ્રેનોને પાટા પર ઉતારવા માટે ગ્રીન સિગ્નલ આપશે. ટ્રેનોમાં રાંચી-અજમેર ગરીબ નવાઝ એક્સપ્રેસ, હટિયા-યશવંતપુર-બેંગ્લોર કેન્ટોન્ટમેન્ટ એક્સપ્રેસ, હટિયા પટના એક્સપ્રેસ ટ્રેન નં.18626 સહિતની ટ્રેનનો સમાવેશ કરવામાં આવે છે.

Indian Railways: Passenger trains cancelled till Aug 12, only special  trains to run: Railway Board | Times of India Travel

announcement / 7 દિવસમાં FIR, તો 6 મહિનામાં કેસનો નિકાલ સુનિશ્ચિત – ભ…

આ અંગે વિગતવાર જોઈએ તો રાંચી અને હટિયા રેલવે સ્ટેશનથી અત્યારે 12 ટ્રેનો દોડી રહી છે જેમાં રાંચી રાજધાની સુપરફાસ્ટ ટ્રેન, રાંચી નવીદ્હિી રાજધાની એક્સપ્રેસ, રાંચી હાવડા શતાબ્દી એકસપ્રેસ, રાંચી હાવડા સહિતનો સમાવેશ થાય છે. 31 જાન્યુઆરી સુધી ટ્રેનોના પરિચાલનને સામાન્ય કરવાની કોશિશ થઈ રહી છે. યાત્રિકોને પરેશાની ન થાય તે માટે રેલવે કવાયત કરી રહ્યું છે. જેમ જેમ રેલવે બોર્ડનો નિર્દેશ મળતો જશે તેમ તેમ દક્ષિણ પૂર્વ ઝોનની ટ્રેનો દોડાવવામાં આવશે.

Vijay Diwas / 1971 માં ગુમ થયેલા લાન્સ નાયકના 49 વર્ષ બાદ મળ્યા જીવંત હોવા…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…