રાજ્યમાં આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે, અને NDRFની ટીમોને સ્ટેન્ડબાય કરી દેવાઈ છે. આગામી 15 દિવસ રાજ્યમાં મેઘો મનમૂકીને વરસશે. 31 જુલાઈના રોજ એક લો પ્રેશર સક્રિય થશે. ઉ.પશ્ચિમી બંગાળી ખાડીમાં ફરી એક લો પ્રેશર બનશે.
હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયુ છે, ત્યારે રાજ્યમાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થયું છે. તા.27, 28 અને 29 સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડશે. વલસાડ, નવસારી, ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરાય છે. તા.28 અને 29 બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદ નોંઘાવાની શક્યતા જોવા મળી રહી છે. દાહોદ, પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી છે. આમ સમગ્ર ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કચ્છમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 28 અને 29 જુલાઈએ અમદાવાદમાં અતિભારે વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામા આવી છે. અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્રને એલર્ટ રેહવાની સૂચના આપવામા આવી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.