Not Set/ #વરસાદ : રાજકોટ મનપા કર્મીઓની રજા કેન્સલ, આગાહીનાં પગલે તંત્ર સાબદુ

ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને લઇને સૌરાષ્ટ્રમાં તંત્ર સાબદુ થઇ ગયું અને રાજકોટ સહિત તમામ જીલ્લા અને તાલુકા મથકોમાં સરકારી તંત્ર દ્વારા કન્ટીઝન્સી પ્લાનીંગ કરી વરસાદ સામે કમર કસી છે. રાજકોટમાં આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ પર રખાયું છે અને મનપાના તમામ કર્મીઓની રજા કેન્સલ કરી દોવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમના કર્મીઓને ખડેપગે રહેવાની સુચના […]

Top Stories Gujarat Rajkot
forecast #વરસાદ : રાજકોટ મનપા કર્મીઓની રજા કેન્સલ, આગાહીનાં પગલે તંત્ર સાબદુ

ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને લઇને સૌરાષ્ટ્રમાં તંત્ર સાબદુ થઇ ગયું અને રાજકોટ સહિત તમામ જીલ્લા અને તાલુકા મથકોમાં સરકારી તંત્ર દ્વારા કન્ટીઝન્સી પ્લાનીંગ કરી વરસાદ સામે કમર કસી છે. રાજકોટમાં આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ પર રખાયું છે અને મનપાના તમામ કર્મીઓની રજા કેન્સલ કરી દોવામાં આવી છે.

ફાયર બ્રિગેડની ટીમના કર્મીઓને ખડેપગે રહેવાની સુચના આપવામા આવી છે, તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલા કર્મીઓને પણ સ્ટેન્ડ બાય રહેવા સુચના આપી દેવામાં આવી છે. NDRFની ટીમ શહેરમાં તૈનાત રહેશે અને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જરૂરીયાત પ્રમાણે રાહત અને બચાવ કાર્યને નિરવાહ કરશે.

NDRF vayu #વરસાદ : રાજકોટ મનપા કર્મીઓની રજા કેન્સલ, આગાહીનાં પગલે તંત્ર સાબદુ
પ્રતિકાત્મક ફોટો

નીચાણવાળા વિસ્તાર જરૂર જણાશે તો ખાલી કરાવવામાં આવશે. જિલ્લા અને શહેરમાં કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો. જિલ્લામાં ગ્રામિણ વિસ્તાર સાથે કલેક્ટર તંત્રનો સીધો સંપર્ક જોવામાં આવી રહ્યો છે ત્યારે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમથી તમામ સ્થિતિ પર તંત્ર ચાંપતિ નજર રાખશે. રાજકોટ શહેરમાં 400 થી વધુ CCTV કેમેરાથી સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવશે. ખાસ કરીને શહેરમાં પાણી ભરવાની સ્થિતિ ઉપર CCTV કેમેરા દ્નારા ખાસ નજર  રહેશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.