@ભરત સુંદેશા, મંતવ્ય ન્યુઝ – બનાસકાંઠા
બનાસકાંઠાના થરાદ પાસે કેનાલ માંથી ડીસા ના ખેડૂત ની હાથ બાંધેલી લાશ મળી આવી હતી,જોકે આ ખેડૂત દિયોદર થી અપહરણ થયું હોવાનું પરિવારજનો ને આશંકા હતી અને ત્યારબાદ આજે વહેલી સવારે હાથ બાંધેલી લાશ મળી આવી હતી.જોકે અપહરણ બાદ હાથ બાંધી ને નહેરમાં ફેંકી દીધેલ હોવાની શંકા સેવાઇ રહી છે.
ડીસાનો ખેડૂત અને દાડમનો વેપાર કરતા સંજય દેવાજી માળી બે દિવસ અગાઉ કામ અર્થે દિયોદર ગયેલ અને દિયોદર થી અપહરણ થયું હોવાનું પરિવારજનો ને શંકા હોઈ તેઓ શોધખોળ કરી રહ્યા હતા તે દરમ્યાન આજે વહેલી સવારે હાથ બાંધેલી લાશ થરાદ પાસે કેનાલ માંથી મળી આવતા પરિવારજનો એ તપાસ કરતા આ લાશ સંજય દેવાજી માળી ની હોવાનું જાણવા મળેલ અને લાશ જોતા સંજયનું દીયોદર થી અપહરણ કરી જોઈ ઈસમો એ મારી નાખી હાથ બાંધીને લાશ ને નહેર માં નાખી દીધી હોવાની શંકા સેવાઇ રહી છે.
ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ અને લાશનો કબ્જો લઈ પી એમ અર્થ થરાદ સિવિલ માં લાવેલ અને મૃતક સંજય ના પરિવારજનો ના નિવેદન ના આધારે વધુ તપાસ થરાદ પોલીસ ચલાવી રહી છે.
જોકે સંજય નું મૃત્યુદેહ જોતા તેનું અપહરણ કરી હત્યા કરીને હાથ બાંધી લાશ ને નહેરમાં ફેંકી હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે ત્યારે પોલીસ આ હત્યા કરનાર કોણ?શુ અદાવત માં હત્યા કરાઈ હશે અને પરિવારજનો એ જેના પર શંકા વ્યક્ત કરેલ તેમની પૂછપરછ બાદ સમગ્ર ઘટના બહાર આવશે.
આ પણ વાંચો : હાઈવે પર ઓવરસ્પીડ પર બાઇક ચલાવવું યુવકને પડ્યું ભારે, થયું કરુણ મોત
આ પણ વાંચો :ગોઝારો મંગળવાર: ગુજરાતમાં અલગ અલગ અકસ્માતમાં 5 લોકોએ ગુમાવ્યો જીવ
આ પણ વાંચો :કલોલમાં રહસ્યમય વિસ્ફોટમાં બે મકાનો થયા ધરાશાયી, એકનું મોત
આ પણ વાંચો : કિરણ હોસ્પિટલની ઘોર બેદરકારી, બે વર્ષની માસુમ બાળકીને ગુમાવવો પડ્યો જીવ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…