ગુજરાત/ રાજ્યમાં ડૉકટર્સની હડતાળથી દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો, જુઓ દ્રશ્યો

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનાં જુનિયર તબીબો અને પોતાની પડતર માંગણીઓને લઇને સરકાર દ્વારા કોઇ ઉકેલ ન લવાતા જામનગરમાં જુનિયર તબીબો ફરી હડતાલ પર ઉતર્યા છે

Gujarat
Untitled 313 રાજ્યમાં ડૉકટર્સની હડતાળથી દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો, જુઓ દ્રશ્યો

સરકારી તબીબ ક્ષેત્રે અને સિવીલ હોસ્પિટલમાં જાણે હડતાલનો દોર ચાલી રહ્યો હોય જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક પછી એક ફીલ્ડના તબીબો દ્વારા પોતાના પ્રશ્ર્નોને લઇ હડતાલ પાડી અને અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ ગુજરાત મેડીકલ ટીચર્સ એસોસીએશન, જીએમઇઆરએસ ફેડલ્ટી એસોસીએશન, જી.આઇ.ડી. એ, જી.એમ.એસ. કલાસ-ર એસોસીએશનના 10000 તબીબો દ્વારા ગુજરાત ગર્વમેન્ટ ડોકટર ફોરમની રચના કરી પોતાના સળગતા પ્રશ્ર્નોને લઇ હડતાલ પાડી અને કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે.

Untitled 313 1 રાજ્યમાં ડૉકટર્સની હડતાળથી દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો, જુઓ દ્રશ્યો

આ પણ વાંચો ;શિયાળુ સત્ર / લોકસભા બાદ હવે રાજ્યસભામાંથી પણ કૃષિ કાયદા પરત બિલ પાસ

બીજી તરફ અમદાવાદમાં રેસિડેન્ટ ડૉક્ટર OPD તેમજ વોર્ડમાં કામકાજથી અળગા રહ્યા. જેનાથી  દર્દીઓને  હલકી   ભોગવવી નો સામનો કરવો પડી રહ્યો છે  ત્યારેતબીબોનો આરોપ છે કે, NEET PG કાઉન્સેલિંગની તારીખ વારંવાર પાછળ ઠેલવામાં આવતા નવા ડોકટરની અછત સર્જાઈ છે. ડૉક્ટરની અછતના કારણે તેમના પર કામનો બોજ વધ્યો છે. આ અંગે વારંવાર કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કરવા છતાં કોઈ હકારાત્મક પગલાં ન લેવાયાનો આરોપ છે.

આ પણ વાંચો:અમદાવાદ / સલમાન ખાન પહોંચ્યો અમદાવાદ, ગાંધીઆશ્રમની વિઝિટર બુકમાં લખ્યો આ સંદેશ

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનાં જુનિયર તબીબો અને પોતાની પડતર માંગણીઓને લઇને સરકાર દ્વારા કોઇ ઉકેલ ન લવાતા જામનગરમાં જુનિયર તબીબો ફરી હડતાલ પર ઉતર્યા છે . સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ જુનિયર તબીબો આજે હડતાલ ઉપર ઉતર્યા છે. NEET અને પી.જી.ના પ્રશ્ને પડી રહેલ હાલાકીને લઇને 150 થી 200 જેટલા જુનિયર તબીબો આજે સવારથી હડતાળ પર ઉતર્યા છે.

Untitled 313 2 રાજ્યમાં ડૉકટર્સની હડતાળથી દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો, જુઓ દ્રશ્યો