Not Set/ દિલ્હીનાં ક્રિકેટર સુબોધ ભાટીએ એ કરી બતાવ્યુ, જે ક્રિસ ગેલ પણ કરી શક્યો નથી

દિલ્હીનાં ક્રિકેટર સુબોધ ભાટીએ તે ટી-20 મેચમાં તે કરી બતાવ્યુ છે જેની કલ્પના પણ કોઇ કરી નહોતી. સુબોધ ભાટીએ ટી-20 મેચમાં બેવડી સદી ફટકારીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે.

Sports
11 112 દિલ્હીનાં ક્રિકેટર સુબોધ ભાટીએ એ કરી બતાવ્યુ, જે ક્રિસ ગેલ પણ કરી શક્યો નથી

દિલ્હીનાં ક્રિકેટર સુબોધ ભાટીએ તે ટી-20 મેચમાં તે કરી બતાવ્યુ છે જેની કલ્પના પણ કોઇ કરી નહોતી. સુબોધ ભાટીએ ટી-20 મેચમાં બેવડી સદી ફટકારીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. દિલ્હીનાં ક્રિકેટર સુબોધ ભાટીએ ટી-20 ક્લબ મેચમાં બેવડી સદી ફટકારી હતી. સુબોધ ભાટીએ સિમ્બા વિરુદ્ધ દિલ્હી ઈલેવનની બેટિંગ દરમ્યાન આ સિદ્ધિ કરી હતી. તેણે દિલ્હી ઈલેવનની બેટિંગની શરૂઆત કરી અને આ દુર્લભ સિદ્ધિ હાંસલ કરી.

11 110 દિલ્હીનાં ક્રિકેટર સુબોધ ભાટીએ એ કરી બતાવ્યુ, જે ક્રિસ ગેલ પણ કરી શક્યો નથી

ક્રિકેટ સમાચાર / સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના બની Super Women, પકડ્યો શાનદાર કેચ, Video

ટી-20 માં અત્યાર સુધીમાં ઘણા લોકોએ સદી ફટકારી છે, પરંતુ ડબલ સદીનો માત્ર વિચાર જ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ કોઈ તેની નજીક જઈ શક્યું નથી. ટી-20 માં આ પહેલીવાર છે જ્યારે બેવડી સદી ફટકારી છે. આ પરાક્રમ ભારતીય ખેલાડી સિવાય અન્ય કોઈએ કર્યું નથી. દિલ્હીનાં સુબોધ ભાતી આમ કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ પહેલા વેસ્ટ ઇન્ડીઝનાં ક્રિસ ગેલે ટી-20 માં 175 રન બનાવ્યા હતા, જે આ ફોર્મેટમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ રેકોર્ડ હતો. પરંતુ હવે ક્રિસ ગેઇલ પાછળ રહી ગયો છે. સુબોધે તેની ઇનિંગ દરમ્યાન 34 બોલમાં 170 રન બનાવ્યા હતા, જેમાં ચોક્કા અને છક્કાઓનો વરસાદ જોવા મળ્યો હતો. સુબોધ ભાટીએ ટી-20 ક્લબ ટૂર્નામેન્ટમાં 79 બોલમાં 205 રનની શાનદાર ઇનિંગ રમીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.

Instagram will load in the frontend.

The Hundred / મહિલા ક્રિકેટ ખેલાડીઓએ લાખો રૂપિયાની ઓફરને નકારી, નવી લીગમાં રમવાનો કર્યો ઇનકાર

સુબોધે તેની ઇનિંગ દરમ્યાન 17 સિક્સર અને 17 ચોક્કા ફટકાર્યા હતા. સુબોધ ભાટીની ઇનિંગ્સને કારણે તેની ટીમ દિલ્હી ઈલેવનએ 265 રન બનાવ્યા હતા. સુબોધ ભાટીએ 265 માંથી 205 રન બનાવ્યા હતા. આ અગાઉ આઈપીએલ 2013 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતી વખતે વેસ્ટ ઇન્ડીઝનાં ક્રિસ ગેલે પૂણે વોરિયર્સ સામે 66 બોલમાં 175 રન બનાવ્યા હતા. હવે ક્રિસ ગેલનો આ રેકોર્ડ પાછળ રહી ગયો છે.

11 111 દિલ્હીનાં ક્રિકેટર સુબોધ ભાટીએ એ કરી બતાવ્યુ, જે ક્રિસ ગેલ પણ કરી શક્યો નથી

રન મશીન / મિતાલી રાજે તોડ્યો રેકોર્ડ, મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવાનાર ખેલાડી બની

સુબોધ ભાટી શાનદાર ખેલાડી તરીકે આજે ઉભરી આવ્યો છે. તે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, પરંતુ દિલ્હી તરફથી ક્રિકેટ રમે છે. સુબોધ ભાટીની કારકિર્દીની વાત કરીએ તો તેણે દિલ્હી તરફથી રમતી વખતે ફર્સ્ટ ક્લાસ મેચોમાં માત્ર 147 રન બનાવ્યા છે. આની સાથે, 24 લિસ્ટ એ મેચોમાં તેની પાસે 132 રન છે. સુબોધ ભાટી તેની ટીમ તરફથી ઓલરાઉન્ડર તરીકે રમે છે, એટલે કે, તે બેટની સાથે સાથે બોલ સાથે પણ કમાલ બતાવવાની ક્ષમતા ધરાવે છે. તેણે વર્ષ 2015-16માં ઘરેલું ક્રિકેટ માટે ડેબ્યૂ કર્યું હતું. હવે આઈપીએલ 2022 નજીક છે, આ માટે દસ ટીમો રમશે અને તે પહેલા મેગા હરાજી પણ કરવામાં આવશે. જો સુબોધ ભાટીનું પ્રદર્શન એકસરખું રહે છે, તો ઘણી ટીમો તેને હરાજીમાં તેની ટીમમાં સામેલ કરવા માટે તૈયાર હશે.