Not Set/ #INDvsAUS : રનમશીન કોહલીએ સિડનીમાં આ રેકોર્ડ કર્યો પોતાના નામે, સચિન – લારાને છોડ્યા પાછળ

 સિડની, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી મેદાનમાં ઉતરે ને કોઈ રેકોર્ડ ન બને તે વાત હવે નવી રહી નથી. ૩૦ વર્ષીય કોહલીએ અત્યારસુધીમાં વર્લ્ડ ક્રિકેટમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે, ત્યારે આ રેકોર્ડમાં વધુ એક ઉપલબ્ધિનો વધારો થયો છે. સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય […]

Trending Sports
kohli kMNC #INDvsAUS : રનમશીન કોહલીએ સિડનીમાં આ રેકોર્ડ કર્યો પોતાના નામે, સચિન - લારાને છોડ્યા પાછળ

 સિડની,

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી મેદાનમાં ઉતરે ને કોઈ રેકોર્ડ ન બને તે વાત હવે નવી રહી નથી. ૩૦ વર્ષીય કોહલીએ અત્યારસુધીમાં વર્લ્ડ ક્રિકેટમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે, ત્યારે આ રેકોર્ડમાં વધુ એક ઉપલબ્ધિનો વધારો થયો છે.

સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

kohli captain m #INDvsAUS : રનમશીન કોહલીએ સિડનીમાં આ રેકોર્ડ કર્યો પોતાના નામે, સચિન - લારાને છોડ્યા પાછળ
sports-indvsaus-virat kohli scored fastest 19000 runs left sachin tendulcar and brain lara

જો કે ભારતની આ ઇનિંગ્સ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી માત્ર ૨૩ રન બનાવી આઉટ થયો હતો, પરંતુ આ દરમિયાન ૧૧ રન બનાવવાની સાથે જ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં સૌથી ઝડપી ૧૯,૦૦૦ હજાર રન પુરા કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

5066069187 16a0d81858 b #INDvsAUS : રનમશીન કોહલીએ સિડનીમાં આ રેકોર્ડ કર્યો પોતાના નામે, સચિન - લારાને છોડ્યા પાછળ
sports-indvsaus-virat kohli scored fastest 19000 runs left sachin tendulcar and brain lara

વિરાટ કોહલીએ માત્ર ૩૯૯ ઇનિંગ્સમાં ૧૯,૦૦૦ રન પુરા કર્યા છે અને આ મામલે સચિન તેંડુલકર અને બ્રાયન લારાને પાછળ છોડી દીધા છે.

સચિન તેંડુલકરે ૪૩૨ ઇનિંગ્સ અને બ્રાયન લારાએ ૪૩૩ ઇનિંગ્સમાં ૧૯,૦૦૦ રન પુરા કર્યા હતા.

આ પહેલા રેકોર્ડ કિંગ વિરાટ કોહલીએ સૌથી ઝડપી ૧૫ હજાર, ૧૬ હજાર, ૧૭ હજાર અને ૧૮ હજાર રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.