Not Set/ INDEPENDENCE DAY સ્પેશિયલ : આઝાદીના ૭૨ વર્ષ બાદ દેશના આ ચાર ગામોમાં પહોચ્યું પ્રકાશનું એક કિરણ

નવી દિલ્હી, ૨૦૦ વર્ષની અંગ્રેજોની ગુલામી બાદ આપનો ભારત દેશ ૧૫ ઓગષ્ટ, ૧૯૪૭ના રોજ આઝાદ થયો હતો. ૧૯૪૭થી લઇ ૨૦૧૮ સુધીના ૭૨ વર્ષના સમયગાળામાં ભારતે વિકાસના ક્ષેત્ર હરણફાળ ભરી છે. આ દરમિયાન આપને મંગળ ગ્રહ સુધી પહોચ્યા છે. આપને બુધવારે ૭૨મો સ્વતંત્રતા દિવસ માનવાવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે,  પરંતુ દેશની આ વિકાસગાથા વચ્ચે તમને […]

India Trending
14 08 2018 villagelight 18315351 INDEPENDENCE DAY સ્પેશિયલ : આઝાદીના ૭૨ વર્ષ બાદ દેશના આ ચાર ગામોમાં પહોચ્યું પ્રકાશનું એક કિરણ

નવી દિલ્હી,

૨૦૦ વર્ષની અંગ્રેજોની ગુલામી બાદ આપનો ભારત દેશ ૧૫ ઓગષ્ટ, ૧૯૪૭ના રોજ આઝાદ થયો હતો. ૧૯૪૭થી લઇ ૨૦૧૮ સુધીના ૭૨ વર્ષના સમયગાળામાં ભારતે વિકાસના ક્ષેત્ર હરણફાળ ભરી છે. આ દરમિયાન આપને મંગળ ગ્રહ સુધી પહોચ્યા છે.

આપને બુધવારે ૭૨મો સ્વતંત્રતા દિવ માનવાવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે,  પરંતુ દેશની આ વિકાસગાથા વચ્ચે તમને ખબર પડે કે, આઝાદીના ૭૨ વર્ષ બાદ દેશના ૪ ગામોમાં પ્રકાશનું એક કિરણ પહોંચ્યું છે.

આધુનિક જીવનમાં વીજળી વિનાની જિંદગીની કલ્પના કરવી અધુરી લાગે, પણ આ એક તથ્ય છે. ઉત્તરકાશીમાં ચાર ગામો આવેલા છે જ્યાં ૭૧ વર્ષ બાદ પ્રકાશનું એક કિરણ પહોચવાની કલ્પના સાકાર થઇ છે. આ ગામના લોકો આઝાદી બાદ પહેલીવાર વીજળીના જગમગમાં સ્વતંત્રતા દિવસ મનાવશે.

ઉત્તરકાશી જિલ્લા મુખ્યાલયથી ૨૧૫ કિલોમીટર દૂર હરકીદૂન ઘાટી પડે છે. આ ઘાટીમાં ઓસલા, ગંગાડ, પવાણી, ધારકોટ ગામ પડે છે અને આ ગામો સુધી પહોચવા માટે ૨૦ થી ૨૫ કિલોમીટર ચાલતા જવું પડે છે.

ગોવિંદ વન્યજીવોના વિહાર ક્ષેત્રમાં આવનારા આ ગામોને જોડવા માટે કોઈ રસ્તો નથી કે સંચાર સેવા પણ પૂરી રીતે બાધિત છે. જો કે આઝાદીના ૭૨ વર્ષો બાદ અંદાજે ૩૦૦૦ હજારની વસ્તીવાળા આ ગામોમાં વીજળી પહોંચી છે.

ચાલુ મહિનાના ૧ ઓગષ્ટથી ચારે ગામોમાં વીજળી પહોંચી છે અને આ ગામોમાં ખુશીની લાગણી ફરી વળી છે. આ ગામોને વીજળી ૧૦૦ કિલોવોટના ચિલુડગાડ જળવિદ્યુત પરિયોજના દ્વારા મળી રહી છે.

ચિલુડગાડ જળવિદ્યુત પરિયોજના સમિતિના અધ્યક્ષ બચન પંવારે કહ્યું, “વર્ષ ૨૦૧૦-૧૧માં ચિલુડગાડ જળવિદ્યુત પરિયોજનાનું કામ શરુ કરવામાં આવ્યું હતું, પરંતુ ઉરેડાની બેજવાબદારીના કારણે આ યોજનાનું કામ વચ્ચે બંધ રહ્યું હતું.

ત્યારબાદ ૨૦૧૫થી પરિયોજનાપર ફરીથી કામ શરુ થયું હતું. ગત એપ્રિલ મહિનામાં બે ટર્બાઈનમાંથી ૫૦ કિલોવોટની એક ટર્બાઈન શરુ થઇ હતી, પછી બીજી ટર્બાઈનનું કામ એક ઓગષ્ટના રોજ પૂર્ણ થયા બાદ બંને ટર્બાઈનો દ્વારા વીજળીનું ઉત્પાદન શરુ થયું છે. આ સાથે જ ઉત્તરકાશીના આ ચાર ગામોમાં પ્રકાશનું એક કિરણ પહોંચ્યું છે.