Not Set/ OMG : ૩૦ નવેમ્બર સુધી નહિ કર્યું આ કામ તો રદ્દ થઇ જશે તમારું LPG કનેક્શન

નવી દિલ્હી, જો તમે LPG કનેક્શન ધરાવો છો અને અત્યારસુધી KYC (નો યોર કસ્ટમર)ની સુવિધા કરાઈ નથી, તો તમારા માટે આગળના દિવસો ખરાબ થઇ શકે છે. કારણ કે, સરકાર દ્વારા આગામી ૩૦ નવેમ્બર સુધી જે કસ્ટમરોએ KYC કરાવ્યું નથી, તેઓનું LPG કનેક્શન રદ્દ કરાઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, દેશભરમાં આ પ્રકારના LPG […]

Top Stories Trending Business
Gas OMG : ૩૦ નવેમ્બર સુધી નહિ કર્યું આ કામ તો રદ્દ થઇ જશે તમારું LPG કનેક્શન

નવી દિલ્હી,

જો તમે LPG કનેક્શન ધરાવો છો અને અત્યારસુધી KYC (નો યોર કસ્ટમર)ની સુવિધા કરાઈ નથી, તો તમારા માટે આગળના દિવસો ખરાબ થઇ શકે છે. કારણ કે, સરકાર દ્વારા આગામી ૩૦ નવેમ્બર સુધી જે કસ્ટમરોએ KYC કરાવ્યું નથી, તેઓનું LPG કનેક્શન રદ્દ કરાઈ શકે છે.

માનવામાં આવી રહ્યું છે કે, દેશભરમાં આ પ્રકારના LPG કનેક્શન ધરાવતા ગ્રાહકોની સંખ્યા ૧ કરોડથી વધુ હોઈ શકે છે, ત્યારે હવે જો આ ગ્રાહકોએ KYC કરાવ્યું નથી તો, તેઓનું LPG કનેક્શન બંધ થઇ શકે છે.

શું હોય છે KYC ?

KYC એટલે કે, નો યોર કસ્ટમર. આ પ્રક્રિયા ૨ પેજની હોય છે, જેમાં LPG કનેક્શન ધરાવતા ગ્રાહકની ફોટો સહિતની તમામ ડીટેલ્સ ગેસ એજન્સી પાસે હોય છે.

આ ફોર્મમાં ગ્રાહકનું નામ, એડ્રેસ, માતા પિતાનું નામ, જન્મ તારીખ, પત્ની તેમજ પતિનું નામ, મોબાઈલ નંબર અને એડ્રેસ પ્રૂફ સહિતની માહિતી હોય છે.

મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, દેશમાં ઉત્તરપ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ ગ્રાહકો છે જેઓએ KYC કરાવ્યું નથી.

આ ઉપરાંત આ ગ્રાહકોમાં ઘણા લોકો એવા પણ છે, જેઓ પાસે એક કરતા વધારે ગેસ કનેક્શન છે અને તેનો ઉપયોગ તેઓ કોમર્શિયલ માટે કરે છે.

જોવામાં આવે તો, દેશભરમાં ૨૫ કરોડ LPG કનેક્શન ધારકો છે. જેમાંથી ૨૨ કરોડ ૫૦ લાખ લોકો ગેસ સબ્સિડીનો લાભ લઇ રહ્યા છે.