Diwali vacation/ શિક્ષકો માટે સારા સમાચાર, હવે આટલા દિવસનું મળશે દિવાળી વેકેશન

આગામી દિવાળી તહેવારમાં શાળા ના શિક્ષકોને ૨૧ દિવસનું દિવાળી વેકેશન આપવાનો સરકર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. 29 ઓક્ટો. થી18 નવે. સુધી દિવાળી વેકેશન રહેશે.

Top Stories Gujarat Others
teacher શિક્ષકો માટે સારા સમાચાર, હવે આટલા દિવસનું મળશે દિવાળી વેકેશન

ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા શિક્ષકો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવાળી તહેવારમાં શાળા ના શિક્ષકોને ૨૧ દિવસનું દિવાળી વેકેશન આપવાનો સરકર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. 29 ઓક્ટો. થી18 નવે. સુધી દિવાળી વેકેશન રહેશે.

 ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં કોરોના કહેર વચ્ચે શાળા સહીત તમામ શૈક્ષણિક સંસ્થાઓ ગત માર્ચ મહિનાથી બંધ છે. પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ઓન લાઈન શિક્ષણને લાને માત્ર શિક્ષકો ફરજ પર આવી રહ્યા છે. ત્યારે સરકારે પણ શિક્ષકો માટે હવે ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કર્યું છે.

ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શાળાઓમાં આ વેકેશનની તારીખ લાગુ પડતી હોય છે.