Not Set/ વડોદરા : સહકાર નગરના બેઘર રહીશો દ્વારા મકાન માંગણીની રેલી સાથે કલેક્ટરને અપાયું આવેદનપત્ર

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા સ્માર્ટ સિટી અને સ્લમ ફ્રી સિટી અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઝૂંપડાઓ દૂર કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 10 હજારની વસ્તીવાળા તાંદલજા રોડ ખાતેની સહકાર નગર ઝૂપડપટ્ટી પણ દૂર કરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા પી.પી.પી. મોડલના ધોરણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઇન સી ટુ સ્લમ રિહેબિલએશન હેઠળ 18 માસમાં […]

Top Stories Gujarat Vadodara
vmc slum759 વડોદરા : સહકાર નગરના બેઘર રહીશો દ્વારા મકાન માંગણીની રેલી સાથે કલેક્ટરને અપાયું આવેદનપત્ર

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા સ્માર્ટ સિટી અને સ્લમ ફ્રી સિટી અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઝૂંપડાઓ દૂર કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 10 હજારની વસ્તીવાળા તાંદલજા રોડ ખાતેની સહકાર નગર ઝૂપડપટ્ટી પણ દૂર કરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા પી.પી.પી. મોડલના ધોરણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઇન સી ટુ સ્લમ રિહેબિલએશન હેઠળ 18 માસમાં મકાનો બનાવી આપવાનો સહકાર નગરના રહીશોને ખાત્રી આપી હતી. પરંતુ, ઝૂંપડાઓ દૂર કરીને 16 માસ જેટલો સમય પસાર થઇ ગયો હોવા છતાં, મકાનો બનાવવાની કામગીરી શરૂ કરવામાં ન આવતા સહકાર નગરના બેઘર લોકોએ આજે તાંદલજા ખાતેની તેઓની મૂળ જગ્યાએથી વિશાળ પગપાળા રેલી કાઢી હતી.

રેલીમાં નાના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં બાળકો પૂઠાના બનાવેલા મકાનો માથા ઉપર મૂકીને તો કેટલાંક બાળકો પ્રતિકાત્મક ચાવી સાથે જોડાયા હતા. તાંદલજા સહકાર નગર ખાતેથી નીકળેલી પગપાળા રેલીએ શહેરના માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું.

બેનરો, પ્લેકાર્ડ, પ્રતિકાત્મક મકાનો, પ્રતિકાત્મક ચાવી સાથે તાંદલજા ખાતે સહકાર નગરની મૂળ જગ્યાએથી કાઢવામાં આવેલી રેલી જુના પાદરા રોડ, અકોટા, દાંડિયા બજાર બ્રિજ થઇ કલેક્ટર કચેરી ખાતે આવી હતી. અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કલેક્ટરને આપવામાં આવેલા આવેદન પત્રમાં વહેલી તકે મકાન આપવાની માંગણી કરવામાં આવી છે.

રહીશોએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ વર્ષ-2022 સુધીમાં દરેકને મકાન આપવાના વચનો આપ્યા છે. પરંતુ, તેઓ સહકાર નગરના રહીશોને મકાન આપવાનું ભૂલી ગયા લાગે છે. છેલ્લા દોઢ વર્ષથી સહકાર નગરના રહીશો કપરી હાલતમાં દિવસો પસાર કરી રહ્યા છે. પરંતુ, જો અમને વહેલી તકે મકાનો આપવામાં નહિં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

સહકાર નગરના રહીશોએ બનાવેલી સંઘર્ષ સમિતીના અગ્રણી અસ્ફાક મલેકે જણાવ્યું હતું કે, સહકાર નગરમાં 1500 પરિવારના 10 હજાર લોકો વસવાટ કરતા હતા. 150 જેટલી દુકાનો હતી. અને તે સમયે 900 જેટલા વિદ્યાર્થીઓ નજીકની સ્કૂલોમાં અભ્યાસ કરતા હતા. સહકાર નગરના રહીશોના ઝૂંપડા દૂર કરાયા બાદ તમામ લોકોની હાલત કફોડી બની ગઇ છે.