ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાએ શનિવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચેમાં બાઉન્ડ્રી લાઇન પર ફ્લાઇંગ કેચ ઝડપ્યો હતો. મંધાનાનો આ કેચ લેતો વીડિયો થોડીવારમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. આપને જણાવી દઈએ કે, સીરીઝની ત્રીજી અને નિર્ણાયક વનડે મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વોર્સેસ્ટરમાં રમાઈ હતી.

રાજસ્થાન / વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પિંક સિટીમાં બનશે, જાણો છે ખાસ
પુરુષ ટીમ ઈન્ડિયાનો ફૂર્તિલો ફિંલ્ડર રવિન્દ્રસિંહ જાડેજા પોતાની ફિંલ્ડીગને લઇને દુનિયાભરમાં જાણીતો છે. ભારતની પુરષ ક્રિકેટ ટીમમાં જાડેજાને ટક્કર આપતો કોઇ અન્ય ખેલાડી નથી. તેણે ઘણા એવા કેચ પકડ્યા છે, જે જોઇને કોઇ પણ તેના વખાણ જરૂર કરશે. ત્યારે બીજી તરફ મહિલા ક્રિકેટ ટીમમાં પણ સ્મૃતિ મંધાનાએ આવો જ એક કેચ કરીને હેડલાઇન્સ બનાવી છે. જણાવી દઇએ કે, દિપ્તિ શર્મા દ્વારા ઈંનિંગ્સની 38 મી ઓવરનાં ત્રીજા બોલમાં સ્મૃતિ મંધાનાએ નેટ સિવર (49) નો શાનદાર કેચ પકડ્યો હતો. લોકો મંધાનાનાં આ કેચને ‘કેચ ઓફ ધ સીઝન’ કહી રહ્યા છે.

ટી-20 / બ્રાવોની ઘાતક બોલિંગ અને પોલાર્ડની તોફાની બેટિંગનાં દમ પર વિન્ડિઝે દ.આફ્રિકાને હરાવ્યું
જણાવી દઇએ કે, શર્માનાં બોલ પર, નેટ સિવરે આગળ વધીને મિડવીકેટની દિશામાં એક હવાઈ શોટ રમ્યો હતો. સ્મૃતિ મંધાનાએ દોડીને બોલનો પીછો કર્યો અને પછી તેને હવામાં ડાઇવ લગાવીને કેચ પકડી લીધો હતો. ભારત તરફથી કેપ્ટન મિતાલી રાજે સૌથી વધુ 75 રનની અણનમ ઇનિંગ રમી હતી. મિતાલીએ 86 બોલમાં 8 ચોક્કા ફટકાર્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી ઓપનર સ્મૃતિ મંધાનાએ 57 બોલમાં 49 રન બનાવ્યા હતા. જેમા મંધાનાએ 8 ચોક્કા ફટકાર્યા હતા. જણાવી દઇએ કે, આ મેચમાં મંધાનાનો શાનદાર કેચ ખાાસ હેડલાઇન્સમાં રહ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મંધાનાએ ઈંગ્લેન્ડની ઇનિંગની 38 મી ઓવરનાં ત્રીજા બોલ પર મિડવીકેટ પર હવામાં ડાઇવ લગાવીને નેટ સિવરનો શાનદાર કેચ પકડ્યો. સ્મૃતિનાં આ શાનદાર કેચની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.
WHAT A CATCH 😯
Smriti Mandhana 🔥🔥#ENGvIND pic.twitter.com/xjrNSByrJ6— Akash (@im_akash196) July 3, 2021
સસ્પેન્ડ / આઇસીસી એ મેચ ફિક્સિંગ મામલે યુએઇ ટીમના બે ખેલાડીઓને આઠ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા
આપને જણાવી દઇએ કે, ભારતીય મહિલા ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજે શનિવારે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઇ છે. તેણે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે ઈંગ્લેન્ડનાં પૂર્વ કેપ્ટન ચાર્લોટ એડવર્ડ્સને પાછળ છોડી દીધી છે. મિતાલીનાં હવે ત્રણેય ફોર્મેટમાં 10,277 રન છે. ઈંગ્લેન્ડ સામે વર્સેસ્ટર ખાતેની ત્રીજી વનડે મેચમાં 220 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા 38 વર્ષીય મિતાલીએ 24 મી ઓવરમાં એડવર્ડ્સનો રેકોર્ડ તોડ્યો હતો.

રન મશીન / મિતાલી રાજે તોડ્યો રેકોર્ડ, મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવાનાર ખેલાડી બની
તેણે ઝડપી બોલર નટ સાઇવરનાં બોલમાં ચોક્કો ફટકારીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 7,849 રન સાથે સૌથી વધુ રન બનાવનારાઓની યાદીમાં ન્યુઝીલેન્ડનાં સુજી બેટ્સ ત્રીજા નંબરે છે. લીગ સ્ટેજ દરમિયાન એડવર્ડ્સને પાછળ રાખીને મિતાલી રાજ વર્લ્ડ કપનાં 11 માં એડિશનમાં 12 જુલાઈ, 2017 નાં રોજ વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની હતી. ઓસ્ટ્રેલિયા સામેની આ જ મેચમાં તે વનડે ફોર્મેટમાં 6000 રન બનાવનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની છે.
