રાજસ્થાન/ 7 જુલાઈથી ખૂલી રહ્યું છે શ્રીનાથજી મંદિર જેમાં માત્ર ગ્રીન કાર્ડ ધારકો કરી શકશે દર્શન

વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી પીઠ  નાથદ્વારામાં આવેલું શ્રીનાથ મંદિર છે

Dharma & Bhakti

  રાજય  માં આ વખતે  કોરોના  ની બીજી લહેર  ખૂબ જ ભયાનક  જોવા  મળી હતી . જેમના કારણે કોરોના દોઢ વર્ષમાં ઘણા મંદિર અને ધાર્મિક સ્થાનોને લાંબા સમય સુધી બંધ રાખ્યા. આ જોકે હવે બીજી લહેર જતાની સાથે જ ધીમે ધીમે મંદિરો ખુલવા લાગ્યા છે.વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી પીઠ  નાથદ્વારામાં આવેલું શ્રીનાથ મંદિર છે. ભાવિક ભક્તો આગામી બુધવારને 7 જુલાઈથી શ્રીનાથજીના દર્શન કરી શકાશે.

ભારત દેશમાં વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી પીઠ ગણાતી શ્રીનાથજી મંદિર શ્રદ્ધાળુઓ માટે ફરી ખુલવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે નાથદ્વારામાં સ્થિત આ પવિત્ર સ્થળે બે મહિનાથી દર્શન બંધ હતા. હવે મંદિર ફરી ખુલ્લું મુકવામાં આવશે. જોકે હાલમાં માત્ર ગ્રીનકાર્ડધારી ભક્તોજ દર્શન કરી શકાશે. આ માટે મંદિર પ્રશાસન ગ્રીન કાર્ડ જાહેર કરશે. હાલમાં માત્ર સોળ સ્થાનિકો વૈષ્ણવો માટે ગ્રીન કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે.

ગ્રીન કાર્ડહાલમાં માત્ર સોળ સ્થાનિક વૈષ્ણવો માટે ગ્રીન કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યું છે કે, ગ્રીન કાર્ડ ધારકો માત્ર આ કાર્ડ દ્વારા જ મંદિરમાં પ્રવેશ મળી શકશે. જેના માટે તે લોકોને કાર્ડ આપવામાં આવશે જેમને એક વેક્સિનનો ડોઝ લીધો હોય, જ્યારે બહારથી આવતા દર્શનાથીઓને આરટીપીસીઆર તેમજ વેક્સિનનો રિપોર્ટ રજુ કરવાનો રહેશે. બધા જ સ્થાનિક તેમજ બહારથી આવેલા વૈષ્ણવોને દર્શન માટે ગ્રીન કાર્ડજાહેર કરવામાં આવશે. આ કાર્ડનો કોઈ ચાર્જ નથી.