રાજય માં દિવસે ને દિવસે હિટ એન્ડ રન કેસ ના બનાવો વધતાં જોવા મળી રહ્યા છે . થોડા દિવસ પહેલા જ અમદાવાદ માં આવી ઘટના બની હતી ત્યાં ગઈ કાલે મોડી સાંજે વડોદરા ના માંજલપુરમાં માં ઘટના બની હતી જેમાં રેસિંગ જીપના ચાલકે એક્ટિવા પર જતાં ત્રણ વ્યક્તિઓને એડફેટે લીધા હતા. હિટ એન્ડ રનની આ ઘટનામાં 7 વર્ષના માસૂમ બાળક કવિશ પટેલનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું .
મળતી માહિતી મુજબ દારૂના નશામાં જીપ ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું જાણવા મળ્યું છે . પોલીસ ને ઘટના સ્થળની જાણ કરતાંમાંજલપુર પોલીસ પહોંચી ગઈ હતી ને આગળ કાર્યવાહી ધારી છે .આ જીપ ચાલક ખાનદાની નબીરો હોવાની લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. સાથે જ જીપમાં ત્રણ સવાર લોકોની માંજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રેસિંગ જીપનો ચાલક દારૂના નશામાં હોવાનું પણ કહેવાય છે. માંજલપુર વિસ્તારમાં રોફ જમાવવા પૂરપાટ ઝડપે અસામાજિક તત્વો જીપ ચલાવી રહ્યા હોવાની લોકોમાં ચર્ચા થઈ હતી.
