Not Set/ હાઇકોર્ટે સરકારને કહ્યુ બુથ મેનેજમેન્ટની જેમ કોરોના મેનેજમેન્ટ પણ કરો

કોરોનાને કાબુમાં લેવા ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતા ગુજરાત હાઈકોર્ટે “કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ” શિર્ષક હેઠળ નવેસરથી જાહેર હિતની અરજી

Top Stories Gujarat

કોરોનાને કાબુમાં લેવા ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતા ગુજરાત હાઈકોર્ટે “કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ” શિર્ષક હેઠળ નવેસરથી જાહેર હિતની અરજી નોંધી છે.ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ.ડી કારિયાની બેન્ચ આજે સવારે 11 વાગ્યે તત્કાલ સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને હાઈકોર્ટે સરકારને કેટલીક ટકોર કરી હતી.ગુજરાતમાં કોરોનાની વકરતી જતી પરિસ્થિતિ મહાભયાનકતા દર્શાવે છે. એવામાં સરકારી કે ખાનગી હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાથી દર્દીઓને ઘરે જ હોમ ક્વોરન્ટાઈ કરવાની ફરજ પડી રહી છે. સારવાર વગર જ દર્દીઓ પોતાના ઘરોમાં જ દમ તોડી રહ્યા છે. આરોગ્ય સારવારનું માળખું ભાંગી પડ્યું છે.

કોરોના બ્લાસ્ટ / કોરોનાના ક્રૂર પંજાની ઝપેટમાં રાજકોટ, આજે વધુ 40 મોત,DCP મનોહરસિંહજી જાડેજા સહિત 68 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત

જેથી હવે ગુજરાત હાઇકોર્ટ જનતાની વ્હારે આવવાની ફરજ પડી છે જેના પગલે સ્વયં સંજ્ઞાન લઈ સુઓમોટો નોંધ લીધી છે.આ સુનાવણી અંતર્ગત ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે અમે સરકારની અમુક નીતિથી ખુશ નથી. કોરોના માટે સરકાર દ્વારા લેખ પગલા ભરવામાં આવી રહ્યા હોય પરંતુ હજુ પણ કેટલાક સુધારા કરવાની આવશ્યકતા હોવાનું તેમણે જણાવ્યું હતું.ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો અરજીની સુનાવણી પર વખાણ કર્યા હતા તેમજ મીડિયા કર્મચારીઓની કામગીરીને પણ બિરદાવી હતી. જ્યારે રાજ્ય સરકારને કોરોના મામલે માર્ગદર્શિકાનો કડક પાલન કરવા માટે કેટલાક સુચનો આપ્યા હતા.આ સૂચનો પર નજર કરીએ તો..

રાજકારણ / ભાજપ MLA ને જયરાજસિંહે લખ્યો ખુલ્લો પત્ર, ઇન્જેક્શનની ખરીદી જેવા અલગ-અલગ મુદ્દે માંગ્યો ખુલાસો

* લગ્નવિધિ-અંતિમવિધિ સિવાયનાં કાર્યક્રમ પર રોક લગાવવા સુચન
* લગ્નમાં 100ને બદલે 50 લોકોની સંખ્યા કરવા સુચન
* અન્ય કાર્યક્રમોમાં 8-10 લોકોથી વધુ લોકો ભેગા ના થાય
* ઓફિસમાં બોલાવાતા લોકોની સંખ્યા ઘટાડવા સુચન
* ઓફીસ સ્ટાફ 50 ટકા અથવા ઓલ્ટરનેટ થાય તે જરૂરી
* માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન જરૂરી
* બુથ મેનેજમેન્ટની જેમ કોરોના મેનેજમેન્ટ કરો
* નાના વેપારીને નુકસાન ના થયા તેનું ધ્યાન રાખો

મહાકુંભ -2021 / કોરોનાના નિયમો નેવે મૂકી હરકી પૈડી પર ઉમટી ભીડ, પોલીસે જણાવી અસમર્થતા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…