Breaking News:અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા છારાનગરના ફ્રી કોલોની વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી લૂંટ વિથ મર્ડરની (Murder) ઘટના બની છે. અજાણ્યા શખ્સોએ એક વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસીને તેમની નિર્દય હત્યા કરી અને ઘરમાં રહેલું સોનું તથા રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગયા છે. આ ઘટનાએ આખા વિસ્તારમાં ભય અને આક્રોશનું વાતાવરણ સર્જ્યું છે.
મળતી માહિતી અનુસાર, છારાનગર ફ્રી કોલોનીમાં રહેતા ભારતીબેન બજરંગી છેલ્લા ઘણા સમયથી એકલા રહેતા હતા. તેઓ રાત્રે જમીને સૂઈ ગયા હતા. વહેલી સવારે આશરે 3:30 વાગ્યાની આસપાસ એક સ્થાનિક વ્યક્તિ ત્યાંથી પસાર થતા હતા ત્યારે તેમણે ભારતીબેનના ઘરમાંથી અજુબાજુની અસામાન્ય હાલત જોઈ. ઘરના દરવાજા ખુલ્લા હતા અને વૃદ્ધા જમીન પર પડેલા હાલતમાં (Murder) હતા.

લૂંટ વિથ મર્ડરની (Murder) ઘટના
પોલીસે ઘરની અંદર પ્રાથમિક તપાસ કરતાં જોયું કે ભારતીબેનના શરીર પર ઇજાના નિશાનો હતા, ખાસ કરીને માથા અને મોં પર ફટકાના નિશાન જોવા મળ્યા હતા, જેનાથી તેમનું મોત હત્યા (Murder) દ્વારા થયું હોવાનું સ્પષ્ટ થયું. તેમના શરીર પર પહેરાયેલા સોનાના દાગીના ગાયબ હતા. ઘરમાં રાખેલી તિજોરી તોડીને અંદરની રોકડ રકમ અને અન્ય કિંમતી વસ્તુઓ પણ લૂંટારાઓ લઈ ગયા હતા.

તાત્કાલિક તેમણે પરિવારજનોને જાણ કરી. પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા અને તરત જ સરદારનગર પોલીસ સ્ટેશનને પણ જાણ કરી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી.સરદારનગર પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો:અમદાવાદમાં BGMI ગેમના ઝઘડામાં હત્યા,2ની ધરપકડ
આ પણ વાંચો:અમદાવાદના બોપલમાં પિતરાઈ ભાઈએ જ તિક્ષ્ણ હથિયારથી કરી ભાઈની નિર્મમ હત્યા
આ પણ વાંચો:અમદાવાદમાં ફરી લોહીયાળ ખેલ ખેલાયો, બારેજડીમાં પૈસાની લેતીદેતીમાં યુવકની કરપીણ હત્યા
