Not Set/ રાજ્યમાં ઓમિક્રોન અંગે રાહતનાં સમાચાર, જામનગરનાં ત્રણેય દર્દીઓ સ્વસ્થ

રાજ્યમાંથી ઓમિક્રોનનાં કેસને લઇને એક સારા સમાચાર સામે આવ્યા છે. જી હા, જામનગરનાં ત્રણ દર્દીઓ કે જે ઓમિક્રોનથી સંક્રમિત હતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Top Stories Gujarat Others
જામનગર ઓમિક્રોન દર્દી
  • રાજ્યમાં ઓમિક્રોન અંગે રાહતના સમાચાર
  • જામનગરના ત્રણેય દર્દીઓ સ્વસ્થ
  • ઝિમ્બાવેથી જામનગર આવેલ દર્દી સંપૂર્ણ સ્વસ્થ
  • ત્રણેય દર્દીઓને હોસ્પિટલમાંથી અપાઈ રજા
  • 17 દિવસ બાદ હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ
  • ગુજરાતના 5 દર્દીઓમાંથી 3 દર્દીઓ સ્વસ્થ

દેશ અને દુનિયામાં ઓમિક્રોનનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આ કોરોનાનાં નવા વેરિઅન્ટથી ભારત પણ દૂર રહી શક્યુ નથી. રોજ ઓમિક્રોનનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આ વચ્ચે ગુજરાતમાંથી એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો – ઓમિક્રોનની દહેશત / અમેરિકાના રાષ્ટ્રપતિએ ઓમિક્રોન મામલે આપી ચેતવણી,દેશને જાગૃત રહેવા સૂચન,બુસ્ટર ડોઝ પર ભાર

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ સતત યથાવત છે. બીજી તરફ કોરોનાનું નવુ વેરિઅન્ટ ઓમિક્રોનથી લોકો ભયમાં જોવા મળી રહ્યા છે, ત્યારે હવે રાજ્યમાંથી ઓમિક્રોનનાં કેસને લઇને એક સારા સમાચાર સામે આવ્યા છે. જી હા, જામનગરનાં ત્રણ દર્દીઓ કે જે ઓમિક્રોનથી સંક્રમિત હતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ દર્દીઓને લગભગ 17 દિવસ બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વળી આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કુલ 5 ઓમિક્રોનનાં દર્દીઓમાંથી 3 દર્દીઓ ડિસ્ચાર્જ થયા બાદ સરકારે પણ રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સૌ પ્રથમ ઓમિક્રોનનો કેસ જામનગરમાં નોંધાયો હતો. આ દર્દી ઝિમ્બાબ્વેથી જામનગર પરત ફર્યો હતો. જેના વિશે કહેવાયુ હતુ કે તેનો શરૂઆતમાં કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ બાદમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થયુ હતુ. જણાવી દઇએ કે, રાજ્યનાં પ્રથમ ઓમિક્રોન વેરીએન્ટ સંક્રમિત દર્દીનો પહેલો રિપોર્ટ નેગેટીવ આવતા હાલમાં તેની સ્થિતિ સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દર્દી કોરોના સંક્રમિત થયો ત્યારથી એની સ્થિતિ સ્થિર હતી. ડોક્ટર્સનું કહેવું હતું કે આ દર્દી કોરોનાના હળવા લક્ષણ હતા, આમ છતાં તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં હતા. તેમનો બીજો રિપોર્ટ નેગેટીવ આવ્યાં બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આ પણ વાંચો – Miss World 2021 / ભારતની મિસ વર્લ્ડ સ્પર્ધક માનસા વારાણસી કોરોના સંક્રમિત,મિસ વર્લ્ડ સ્પર્ધા હાલ સ્થગિત…

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રીકામાંથી શરુ થયેલો કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ચેપ ફેલાવી શકે છે. આ ક્ષમતાનાં કારણે આજે તે આફ્રિકાથી યુરોપ, અમેરિકા અને એશિયા સહિત વિશ્વભરમાં ફેલાઈ ગયો છે. ત્યારે હવે આ વેરિઅન્ટથી બચવા માટે વિશ્વભરનાં દેશ બૂસ્ટર ડોઝને મહત્વ આપી રહ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…