Vadodara News/ વડોદરામાં વેપારીનો પુત્ર થયો ગુમ, ‘અંગત કારણોસર મોતને ગળે લગાવું છું’

અંજલે તેના નાના ભાઈને તેના માતાપિતાનું ધ્યાન રાખવાનું કહ્યું હતું.

Gujarat Vadodara

Vadodara News: વડોદરા (Vadodara)માં વેપારીનો પુત્ર ગુમ (Missing) થયાની ફરિયાદ કરવામાં આવી હતી, તપાસમાં સામે આવ્યું છે કે અંજલ નામના વેપારીના દીકરાએ મોતને ગળે લગાવવા જઈ રહ્યો હોય તેમ ચિઠ્ઠી લખી તેના ભાઈને પરિવાર સાચવવાનું જણાવ્યું હતું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

વડોદરા (Vadodara)નાં જરોદ ગામમાં અંજલે ગુમ થયા પહેલા એક ચિઠ્ઠી મૂકીને જતો રહ્યો હતો. તેમજ ભાઈને માતાપિતાનું ધ્યાન રાખવાનું કહેતા પરિવારમાં આભ તૂટી પડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેને ચિઠ્ઠીમાં લખ્યું છે કે હું મારરી મરજીથી મોતને ભેટવા જઉં છું. હું કોઈના દબાણમાં આવી કામ કરતો નથી. હું તમને આજીજી કરૂં છું કે મારા ગયા બાદ કોઈને હેરાન કરતા નહીં. મોતનું કારણ શોધવાની પણ તકલીફ ન લેતાં. મારાથી ભૂલ થઈ હોય તો માફ કરજો. હું અંગત કારણોના કારણે મરવા જઉ છું. અંજલે તેના નાના ભાઈને તેના માતાપિતાનું ધ્યાન રાખવાનું કહ્યું હતું.

મહેસાણા (Mahesana) જીલ્લામાં કડી (Kadi)માં બે સગીરાઓનું અપહરણ થયું હોવાનું સામે આવ્યું હતું, જેમાં 24 માર્ચે પરીક્ષા આપ્યા પછી સગીરા ગુમ થઈ ગયા હતા. સગીરા ગુમ થયા પછી તેમના પરિવારે અપહરણની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કડક તપાસ શરૂ કરી છે. અન્ય એક ઘટનામાં 15 માર્ચે 17 વર્ષની સગીરા ગુમ થયા પછી ફરિયાદ નોંધાવાઈ હતી. ગાંધી ચોકમાં રિક્ષામાંથી નીચે ઉતર્યા પછી સગીરા ગુમ થઈ ગઈ હતી. કડી પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.

સુરતના સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો હતો. મહિલા કોન્સ્ટેબલે આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં લખ્યું હતું કે ‘જેના પર વિશ્વાસ કર્યો એ તૂટી ગયો, મને માફ કરજો’. મહિલા કોન્સ્ટેબલ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી. સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર 24 વર્ષીય હર્ષનાબેન ચૌધરીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી. મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ઘઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છમાં BSF માટે સર્વે કરવા આવેલા એન્જિનિયરનો મળ્યો મૃતદેહ,4 દિવસથી હતો ગુમ

આ પણ વાંચો:જામનગરમાં માતા પુત્ર સહિત ચાર વ્યક્તિઓ ગુમ, FIR નોંધાઈ

આ પણ વાંચો:પરીક્ષા આપ્યા બાદ 2 સગીરાઓ થઈ ગુમ, પોલીસે નોંધી અપહરણની ફરિયાદ