Accident/ યુવકના મોતના એક અઠવાડિયા બાદ અકસ્માતના સીસીટીવી થયા વાઇરલ.

સુરતના કતારગામમાં એક અઠવાડિયા પહેલા અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં કતાર ગામના મુખ્ય માર્ગથી બેફામ આવી રહેલા ટ્રકે એક્ટિવા ઉપર જઈ રહેલા યુવકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટ્રકની અડફેટમાં યુવક આવી જતા તેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.આસપાસના લોકોએ ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાને એક […]

Gujarat Surat

સુરતના કતારગામમાં એક અઠવાડિયા પહેલા અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં કતાર ગામના મુખ્ય માર્ગથી બેફામ આવી રહેલા ટ્રકે એક્ટિવા ઉપર જઈ રહેલા યુવકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટ્રકની અડફેટમાં યુવક આવી જતા તેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.આસપાસના લોકોએ ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઘટનાને એક અઠવાડિયાથી પણ વધારેનો સમય વીતી ગયો છે ત્યારે આજે ઘટનાના સીસીટીવી ફૂટેજ વાઇરલ થયા છે. સીસીટીવી ફુટેજમાં દેખાય રહ્યું છે કે એક્ટિવા ચાલક ટ્રકની સાઈડ કાપી રહ્યો છે. જોકે, ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને સાઈડ આપવાની જગ્યાએ તેને પાછળથી ભયંકર ટક્કર મારી હતી. ટ્રકનો પાછળનો ભાગ એક્ટિવા ચાલકને જોરથી વાગતા તે રોડ ઉપર નીચે પટકાયો હતો.આગળના વ્હીલમાં યુવકનું શરીર કચડાઈ જતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું. જ્યાં યુવકે દમ તોડી દેતા ડોક્ટરોની ટીમ યુવકને મૃત જાહેર કર્યું હતું.

યુવકનું મોત થયાને એક અઠવાડિયાનો સમય વીતી ગયો છે તેમ છતાં ટ્રક ડ્રાયવરની સામે કોઈ સખ્ત કાર્યવાહી કરવામાં ન આવતા યુવકના સગા સંબંધીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…