Ahmedabad News/ તબીબોએ 2 બાળકીઓને અત્યંત જટીલ એવી Scoliosis સર્જરી દ્વારા ખુંધની તકલીફથી પીડામુક્ત કરી

અમદાવાદમાં જટીલ અને પડકારજનક ગણાતી Scoliosis માટેની સર્જરી સફળતા પૂર્વક ડૉકટરો દ્વારા કરવામાં આવી. લાખોના ખર્ચે થતી સર્જરી સરકારી હોસ્પિટલમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂર્ણ કરાઈ.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી સરકારી સ્પાઈન ઈન્સિટ્યુટ દ્વારા સ્પાઈનની અત્યંત જટીલ સર્જરી માટે અમેરિકી તબીબોના સહયોગથી 2 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત્ મહિને તા. 9 અને 10 જાન્યુઆરીએ યોજાયેલ આ વર્કશોપમાં સ્પાઇન ડીફોર્મીટી કરેક્શન એટલે કે કરોડરજ્જુમાં ઉદ્ભવેલ ખામીને દૂર કરવા માટે આ વર્કશોપ યોજાયો હતો.

મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશ અને ગુજરાતના 2 દર્દીઓમાં રહેલી Scoliosis (ખૂંધ) ડિફોર્મિટીની કરેક્શન કરવા માટે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સહયોગ કરી સફળ સર્જીકલ કેમ્પનું આયોજન કરાયું હતુ. અત્યંત જટીલ કહી શકાય તેવી આ સર્જરી કરીને બંને બાળાઓને પીડામુક્ત કરવામાં આવી છે. જેમાં અમેરિકાની સિનસિનાટી ચિલ્ડ્રન હોસ્પિટલના નિષ્ણાંત પીડિયાટ્રિક સ્પાઇન સર્જન ડૉ. વિરલ જૈન, ડૉ. હર્ષ પટેલ અને તેમની તજજ્ઞોની ટીમ તેમજ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટના ડાયરેકટર અને નિષ્ણાંત સ્પાઈન સર્જન ડૉ. પિયુષ મિત્તલ, ડૉ. પ્રેરક યાદવ, ડૉ. રીમા વણસોલા અને તેમની ટીમ દ્વારા સર્જરી હાથ ધરાઈ હતી.

આ સર્જરીમાં અત્યંત આધુનિક ગણાતા સાધનો જેવા કે ન્યુરોટ્રંસ્મિટર મોનિટર અને Scoliosis ના ખુબજ કિંમતી એવા ઇમ્પ્લાંટસ પણ અમેરિકાની ટીમ દ્વારા સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. આ પ્રકારની સર્જરીની કિંમત ખાનગી હોસ્પિટલમા 6 થી 8 લાખ રૂપિયા થાય છે. જે સરકારી સ્પાઈન ઈન્સિટ્યુટમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવી. આ સફળ ઉપક્રમથી પ્રેરાઇને હવેથી દર વર્ષે આ પ્રકારનું જોડાણ ચાલુ રાખવાના કરાર પણ કરવામાં આવ્યા છે.

આમ સરકારી સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટએ પ્રકારના જોડાણ થકી રાજ્યમાં મેડિકલ ટુરીઝમને પણ પ્રોત્સાહન મળશે અને આવા પ્રકારના દર્દિઓને વિના મુલ્યે સારવાર મળી રહેશે. અત્રે નોંધનીય છે કે, સરકારી સ્પાઈન ઈન્સિટ્યુટ દ્વારા સ્કોલિયોશીશ જેવી અત્યંત જટીલ કહી શકાય એવી કુલ 15 જેટલી સર્જરી છેલ્લા એક વર્ષમાં  સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

આ સર્જરી જટીલ કેમ ?

સ્કોલિયોસીશ સર્જરી દરમિયાન કરોડરજ્જુ અને નર્વસ સિસ્ટમને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેની સાવચેતી રાખીને આ પ્રકારની ખુંધ સાજી કરવાની સર્જરી કરવામાં આવતી હોય છે. જેમાં ન્યુરોમોનીટરીંગની પણ સતત જરૂર પડે છે. સ્કોલિયોસીશની એક સર્જરી પૂર્ણ થતા અંદાજીત 5 થી 6 કલાકનો સમય લાગે છે. આ સર્જરી દરમિયાન અન્ય નસોને પણ નુકશાન થવાનું જોખમ રહેલું હોય છે. માટે આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને આ પ્રકારની સ્કોલિયોસીશ સર્જરી કરવામાં આવે છે, જે ખુબ જ જટીલ અને પડકારજનક છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખ્યાતિકાંડ જેવી ઘટના! અમદાવાદમાં SMS હોસ્પિટલમાં દર્દીની જાણ બહાર સર્જરી કરાતા મોત થયાનો પરિવારનો આક્ષેપ

આ પણ વાંચો: મહિલાએ ગળી લીધો ફોન, થઇ સર્જરી, વેન્ટિલેટર પર રાખવામાં આવી… આ રીતે ગુમાવ્યો જીવ

આ પણ વાંચો: રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ મોખરે