Not Set/ ઓસ્ટ્રેલિયાએ પાંચમાં દિવસે ચોથી જ ઓવરમાં જીતી લીધી ડરબન ટેસ્ટ

ડરબન, તા.૦૫ ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાથી ડરબન ટેસ્ટ મેચને 118 જીતી લીધી છે. દક્ષિણ આફ્રિકા જીત માટે ૪૧૭ રનનુ લક્ષ્યાંક મળ્યુ હતું. પરંતુ એડિન માર્કરમના ૧૪૩ રન અને આખરે ક્વિંટન ડિકોકના ૮૩ રન પણ ટીમને હારથી બચાવી શકી નહીં અને ઓસ્ટ્રેલિયાએ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ જીતી લીધી. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ ટેસ્ટ સીરીઝની […]

Sports

ડરબન, તા.૦૫

ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાથી ડરબન ટેસ્ટ મેચને 118 જીતી લીધી છે. દક્ષિણ આફ્રિકા જીત માટે ૪૧૭ રનનુ લક્ષ્યાંક મળ્યુ હતું. પરંતુ એડિન માર્કરમના ૧૪૩ રન અને આખરે ક્વિંટન ડિકોકના ૮૩ રન પણ ટીમને હારથી બચાવી શકી નહીં અને ઓસ્ટ્રેલિયાએ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ જીતી લીધી.

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ ટેસ્ટ સીરીઝની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ૧૧૮ રનથી હરાવી દીધુ. મેચના પાંચમી દિવસે સવારે ઓસ્ટ્રેલિયા જીતથી માત્ર એક વિકેટ દૂર હતી, જ્યારે દક્ષિણ આફ્રિકા પાસે એક વિકેટ વધતા ૧૨૫ રન કરવાનો પડકાર હતો.

આ પહેલા ચોથા દિવસે એડિન માર્કરમે પોતાની ધીરજ અને સુજબુજથી શાનદાર રમત રમી પરંતુ તેના આઉટ થતા જ મિશેલ સ્ટાર્કે દ.આફ્રિકાના લોઅર ઓર્ડરને ધ્વસ્ત કર્યુ, જેની મદદથી ઓસ્ટ્રેલિયા દ.આફ્રિકા સામે જીત મેળવવાની નજીક પહોંચી ગયુ. દ.આફ્રિકાએ ૪૧૭ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ખરાબ રોશનીના કારણે ચોથા દિવસની રમત પૂર્ણ થઈ ત્યાં સુધી ૯ વિકેટે ૨૯૩ રન બનાવ્યા હતા.

જોકે તે છેલ્લા દિવસે માત્ર ૫ રન જ બનાવી શક્યુ અને ટીમ ૨૯૮ રને ઓલઆઉટ થઈ જતા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ મેચ પોતાને નામે કરી લીધી. ઓસી તફથી મિશેલ સ્ટાર્કે ૪, હેઝલવુડે ૩ વિકેટ ઝડપી હતી. જ્યારે મેચમાં કુલ ૮ વિકેટ ઝડપનાર મિશેલ સ્ટાર્કને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

છેલ્લી વિકેટના રૂપમાં ક્વિન્ટન ડી કોક (૮3)ને જોષ હઝલવૂડએ એલબીડબલ્યુ કર્યો હતો. ૪૧૭ રનોનો લક્ષ્યનો પીછો કરતી સાઉથ આફ્રિકાની ટીમ તેમની બીજા દાવમાં ૨૯૮ રનમાં જ લેપેટાઈ ગઈ હતી.