Not Set/ ઓસ્ટ્રેલિયાએ ટી-૨૦ ક્રિકેટમાં ૨૪૪ રનનો ટાર્ગેટ ચેઝ કરી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

ઓકલેન્ડ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ૨૦-૨૦ મેચમાં કાંગારુ ટીમે એક નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. ઓકલેન્ડમાં રમાયેલી ટી-૨૦ ટ્રાઈ સીરીઝની પાંચમી મેચમાં ઓસ્ટ્રેલિયન ૨૦-૨૦ મેચમાં કાંગારુ ટીમે સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરી આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ગુરુવારે રમાયેલી ટી-૨૦ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમે ૨૪૪ રનનો વિશાળ ટાર્ગેટ ઓસ્ટ્રેલિયાને […]

Sports
BHDJD ઓસ્ટ્રેલિયાએ ટી-૨૦ ક્રિકેટમાં ૨૪૪ રનનો ટાર્ગેટ ચેઝ કરી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

ઓકલેન્ડ

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ૨૦-૨૦ મેચમાં કાંગારુ ટીમે એક નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. ઓકલેન્ડમાં રમાયેલી ટી-૨૦ ટ્રાઈ સીરીઝની પાંચમી મેચમાં ઓસ્ટ્રેલિયન ૨૦-૨૦ મેચમાં કાંગારુ ટીમે સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરી આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ગુરુવારે રમાયેલી ટી-૨૦ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમે ૨૪૪ રનનો વિશાળ ટાર્ગેટ ઓસ્ટ્રેલિયાને આપ્યો હતો. ૨૪૪ રનનો પીચો કરતા કાંગારું ટીમે માત્ર ૧૮.૫ ઓવરમાં જ ૨૪૫ રન ફટકારી આ લક્ષ્યાંકને વટાવ્યો હતો અને વર્લ્ડ રેકોર્ડ સર્જીને યજમાન વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝની ટીમને પાછળ છોડી હતી.

ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા ઓપનર માર્ટીન ગુપ્તીલે માત્ર ૫૪ બોલમાં શાનદાર સદી ફટકારી હતી અને ૧૦૫ રણ ફટકાર્યા હતા. આ ઉપરાંત કોલિન મુનરોએ પણ ૭૬ રન ફટકાર્યા હતા અને ૨૦ ઓવરમાં ન્યુઝીલેન્ડની ટીમનો સ્કોર ૨૪૩ સુધી પહોચાડ્યો હતો. ૨૪૪ રનના જવાબમાં કાંગારું ઓપનર ડેવિડ વોર્નરે માત્ર ૨૪ બોલમાં ૫૯ રન ફટકાર્યા હતા. ડેવિડ વોર્નરે ઝંઝાવાતી ઇનિંગ્સ રમત રમતા ૫ છગ્ગા અને ૪ ચોક્કાની મદદથી ૫૯ રન ફટકાર્યા હતા. વોર્નર ઉપરાંત ડી શોર્ટે પણ માત્ર ૪૪ બોલમાં ૭૬ રન બનાવ્યાં હતા જેમાં ૮ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા હતા. જયારે સ્ફોટક બેટ્સમેન ગ્લેન મેકસવેલે ૧૪ બોલમાં ૩૧ અને એરોન ફિન્ચે પણ ૧૪ બોલમાં ૩૬ રન ફટકાર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ૨૦-૨૦ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટા રન ચેજનો રેકોર્ડ વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝની ટીમના નામે હતો. વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૨૦૧૫માં દક્ષિણ આફ્રિકા સામે જોહનિસબર્ગમાં ૨૩૨ રનનો ટાર્ગેટ ચેજ કર્યો હતો.